સાબરકાંઠા હિંમતનગર ના હસનશહીદ દરગાહ સંદલ અને ઉર્સ કોમી એકતા અને સદભાવના સાથે યોજયો.
(રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ)
હસનશહીદ દરગાહ સંદલ અને ઉર્સ કોમી એકતા અને સદભાવના સાથે યોજયો.
હિંમતનગર શહેરમાં હાથમતી નદીના કિનારે આવેલ હસન શહીદ દરગાહ ગુરુવારે રાત્રે નાત અને સલામ અને નુરાની મિયાની તકરીર સાથે સંદલ થયું.
શુક્રવારના રોજ હસન શહીદ દરગાહનો ઉર્સ યોજાયો જેમાં હજારો હિન્દૂ મુસ્લિમ લોકો કોમી એકતા સાથે શાંતિ અને સદભાવના સાથે દરગાહ પર આવી ઉર્ષ સંપન્ન થયો.
ઉલ્લેનીય છેકે દરગાહ પર હજારો શ્રદ્ધાંળું આવે છે જેમના લીધે બે દિવસ મોટુ બજાર ઉભું થાય છે જ્યાં હિન્દૂ મુસ્લિમ બન્ને સમાજ લોકો આવે પણ છે અને વેપાર પણ કરે છે તેમજ અવનવી રાઈડ અને ચકડોળ થી બાળકો ખુશ ખુશાલ થઈ જાય છે. હજારો લોકો આવવા છતાં કોઈપણ જાતની અફરા તફરી સર્જાતી નથી. હસન શહીદ દરગાહનો ઉર્સ કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ દેખાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
