રાજુલા શહેરમાં સીટી સિવિક સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું
રાજુલા શહેરમાં સીટી સિવિક સેન્ટર નું લોકાર્પણ કરવામાં આવ્યું
રાજુલા ખાતે ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતી નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા રાજુલા શહેરમાં "સીટી સિવિક સેન્ટર" નું ઇ-લોકાર્પણ કર્યું હતું. જેના કારણે શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં આવતા પ્રજાલક્ષી કામો ખૂબ જ સરળતાથી થઈ શકશે આ સેન્ટર ફાયર સ્ટેશન રાજુલા ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. હવે દરેક કામ કોમ્પ્યુટર ની જેમ ઝડપથી થશે તેમ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ જણાવ્યું હતું
આ તકે અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી પીઠાભાઈ નકુમ, ભાજપના અગ્રણી એવા રાજુલાનગરપાલિકાના પૂર્વ પ્રમુખો રવુંભાઇ ખુમાણ, તેમજ ચેમ્બર ઓફ કોમર્સ ના હોદ્દેદારો વેપારી ઓ અગ્રણી તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સંજયભાઈ ધાખડા,નવા ચૂંટાયેલા શહેર ભાજપ પ્રમુખ વનરાજભાઈ વરુ, આહિર અગ્રણી શ્રી હિંમતભાઈ જીંજાળા ભાજપનાઆગેવાનો ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એક જ જગ્યા એ તમામ સુવિધા તે પણ જડપી મળી રહેશે ત્યારે સાથે સાથે રાજુલા ના નગરજનો પણ સાથ સહકાર આપે તેવું અંત માં રાજુલા ના નવા નિમાયેલ ચીફ ઓફિસરે જણાવેલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન બચુભાઈ ચૌહાણ એ કરેલું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.