કોડીનાર તાલુકાના ડોળાસા થી કાણાકીયા સુધીનો માત્ર બે કિ.મી નો પેવર રોડ બનાવવા તંત્રને વારંવાર રજૂઆત પણ કોઈ સાંભળતું નથી
કોડીનાર તાલુકાના ડોળાસા અને ગીર ગઢડા તાલુકાના ગામને જોડતા રસ્તા નું અંતર માત્ર બે કિમી છે આ રસ્તા મઢવા વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી
ગીર ગઢડા તાલુકાના કાણકિયા કરેણી ઉપરાંત વેળાકોટ ઝાંઝરીયા વગેરે ગામોના લોકો ખરીદી કરવા ડોળાસા ગામ આવે છે જે ગામો હાલ વાયા સીમાથી થઈ ડોળાસા પહોંચે છે જે આઠ કિ.મી છે પણ ગામ અને ડોળાસા હાઈવે રોડને જોડવા માત્ર બે કિમી ના રોડ ની જરૂર છે જે બની જાય તો અંતર માત્ર ચાર કિમી રહી જશે કોડીનારનું અંતર પણ ઘટી જશે
આમ તો કાણકિયા હાઇવે સુધીનો મેટલ કામ તો 30 વર્ષ પહેલા બની ગયું છે પણ હજુ સુધી કોઈ સરકારે આ રોડ બાબતે કાર્યવાહી જ કરી નથી આ પણ બે તાલુકાના કોડીનાર અને ગીર ગઢડા તાલુકા ની જોડતો રસ્તો પણ છે તંત્ર વાહક કો આ મામલે તુરંત યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે
રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.