કાલથી શરુ થઇ રહ્યો છે પિતૃ પક્ષ, જાણો મહત્વ અને શ્રાદ્ધની સંપૂર્ણ તિથી
હિંદુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. પિતૃપક્ષમાં પિતૃઓની કૃપા મેળવવા માટે પૂજા કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવે છે.
ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિવસોમાં પિતૃઓ ધરતી ઉપર પોતાના કુળના લોકોના ઘરે વાયુ સ્વરૂપમાં આવે છે અને શ્રાદ્ધ-તર્પણ કરે છે. જે બાદ તેઓ પોતાના ધામ પાછા જતા રહે છે.
પિતૃ પક્ષ અથવા શ્રાદ્ધ લગભગ 16 દિવસ સુધી ચાલે છે. હિંદુ કેલેન્ડર મુજબ, પિતૃ પક્ષ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે શરૂ થાય છે અને અશ્વિન મહિનાની અમાવાસ્યાના દિવસે સમાપ્ત થાય છે.
ક્યારે શરૂ થશે પિતૃ પક્ષ ?
વર્ષ 2022માં, પિતૃ પક્ષ 10 સપ્ટેમ્બર, શનિવારથી શરૂ થશે અને 25 સપ્ટેમ્બર 2022ના રોજ સમાપ્ત થશે.
પિતૃ પક્ષે શું શું કરવામાં આવે છે?
શાસ્ત્રો અનુસાર 16 દિવસ સુધી ચાલનારા પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ અને પિંડ દાન કરવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતૃઓના શ્રાદ્ધના દિવસે કાગડાને ખવડાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે કાગડા દ્વારા ભોજન પિતૃઓ સુધી પહોંચે છે. આ સાથે એવુ પણ કહેવાય છે કે, પિતૃ પક્ષ દરમિયાન પૂર્વજો કાગડાના રૂપમાં પૃથ્વી પર આવે છે. આ વર્ષે શ્રાદ્ધની તારીખ 17 સપ્ટેમ્બર 2022ના રોજ નથી આવી રહી.
પિતૃ પક્ષ 2022 શ્રાદ્ધ તારીખો
સપ્ટેમ્બર 10 - પૂર્ણિમા શ્રાદ્ધ (શુક્લ પૂર્ણિમા), પ્રતિપદા શ્રાદ્ધ (કૃષ્ણ પ્રતિપદા)
11 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ દ્વિતિયા
12 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ તૃતીયા
13 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ ચતુર્થી
14 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ પંચમી
15 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ પષ્ટિ
16 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ સપ્તમી
18 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ અષ્ટમી
19 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ નવમી
20 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ દશમી
21 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ એકાદશી
22 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ દ્વાદશી
23 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ ત્રયોદશી
24 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ ચતુર્દશી
25 સપ્ટેમ્બર - અશ્વિન, કૃષ્ણ અમાવસ્યા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.