કેશોદ જલારામ મંદિરે  ૩૩૧ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો - At This Time

કેશોદ જલારામ મંદિરે  ૩૩૧ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો


કેશોદનાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ તથા સાંધાનાં દુઃખાવાનાં તથા બોડી ચેક અપ કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું   જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટનાં સહયોગ થી  331 મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જેમા 260 જેટલા દર્દીઓની આંખોની તપાસ કરવામા આવેલ જેમાં જરૂરીયાતમંદ મોતીયાના ઓપરેશન વાળા 94  દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ જ્યાં વિનામૂલ્યે આંખોના મોતીયાના ઓપરેશન કરી જલારામ મંદિર સુધી પરત મુકવા સુધીની વ્યવસ્થા પણ વિના મૂલ્યે કરવામા આવેછે

     જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં  અત્યાર સુધીમાં  331 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 23736 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે 

 જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવે છે 

    આજરોજ યોજાયેલા  કેમ્પની  શરૂઆત ધારાસભ્ય દેવાભાઈ માલમ, દાતા રફિકભાઇ મહીડા, રઇસ મહીડા,પ્રો પ્રવીણ ગજેરા, જલારામ મંદિર નાં ટ્રસ્ટી  દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડો સ્નેહલ તન્ના 

  ડો પરિતોષ પટેલ , હેમંત ઘેરવરા,સોંદરવા રતનબેન,ડો ભુમી વણપરિયા ,દક્ષાબેન મહેતા, ભગવત સિંહ રાયજાદા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં  આવેલ.

    આ નેત્ર નિદાન કેમ્પમાં 260 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 94 દર્દીઓ ને બસ દ્વારા  ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવા વગેરે માટે સેવા આપેલ નિકીતાબેન પટેલ દ્વારા હોમિયોપેથી દવા આપવામા આવેલ અગાઉ હોમિયોપેથી દવાથી ઘણાં દર્દીઓને ખુબ રાહત થઈછે જે બાબતે કેશોદના ગોપાલદાસ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે મે અનેક દવાખાનાઓમાં ફરી વળ્યો છતાં દુખ દુર થયુ ન હતું પરંતું હોમિયોપેથી દવા કેમ્પમાં લીધેલ તેનાથી સંપુર્ણ દુખ દુર થયુછે

દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ રાયજાદા, મહાવીર સિંહ જાડેજા,  દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિનભાઈ પટેલ , વિજય દાફડા દ્વારા કરવામાં આવેલ. ડાયાબીટીશ ચેક અપ બાદ દર્દીની નોંધણી કેશુભાઈ પટેલ, દ્વારા કરવામાં આવેલ.

પૂર્વ ધારાસભ્ય અરવિંદ ભાઈ લાડાણી ,હિતેશ ચનિયારા વગેરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં 

કેશોદ જલારામ મંદિરે 331 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હજાર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયુંછે તેમજ કેમ્પમાં જુદા જુદા દાતાશ્રીઓ દ્વારા પણ અવિરત સેવા આપવામા આવી રહીછે આજના કેમ્પમાં ભોજનના દાતા તરીકે રફિકભાઈ મહીડા પરિવારે ભોજનના દાતા બની હિન્દ મુસ્લિમ એકતાની ઝાંખી કરાવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે જલારામ મંદિરે યોજાતા નેત્ર નિદાન કેમ્પમાં રહિકભાઈ મહિડા પરિવાર દ્વારા દર વર્ષે ભોજનના દાતા તરીકે સહભાગી બની રહયાછે

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ જુનાગઢ
મો. ૯૭૨૩૪ ૪૪૯૯૦


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image