આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી ડેર ની ઉપસ્થિતિમાં શેખ પીપરીયા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન - At This Time

આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી ડેર ની ઉપસ્થિતિમાં શેખ પીપરીયા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન


આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી ડેર ની ઉપસ્થિતિમાં શેખ પીપરીયા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા રથ નું આગમન

આજ રોજ લાઠી તાલુકા ના શેખ પીપરીયા ગામે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત રથ નું આગમન થયું હતું. અમરેલી ના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ અને ડો. અલ્પેશ સાલવી, ડૉ. એ. કે. સિંઘ ની સૂચના થી તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા, ડો. મુકેશ સિંહ માર્ગદર્શન હેઠળ આરોગ્ય ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો યોજાયા હતાં. તેમજ આ કાર્યક્રમ દરમિયાન પદાધિકારીઓ માં આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી ડેર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી સંજયભાઈ હીરપરા, ગ્રામ પંચાયત સરપંચ બાબુ ભાઈ ધાંધલ, ગ્રામ્ય પંચાયતની સભ્યો અને ગામ અગ્રણી અશોક ભાઈ ભાદાણી સમગ્ર કાર્યક્રમ માં હાજરી આપેલ, જેમાં લાભાર્થીઓ ને સ્થળ પર જ આયુષ્માન ભારત નું કાર્ડ કાઢી આપી, અધિકારી અને પદાધિકારીઓ ના વરદ હસ્તે લાભો નું વિતરણ અને ઉત્કૃષ્ટ કામગીરી સર્ટિફિકેટ એનાયત કરવા માં આવેલ હતું. ઉપરાંત, યોગ નિદર્શન, બીપી ડાયાબિટીસ જેવા બિનચેપી રોગો નું નિદાન અને સારવાર કરવા માં આવી હતી. હાલમાં ચાલી રહેલી વરસાદ ની ઋતુ માં વાહકજન્ય રોગો અને આરોગ્ય સેવાઓ અંગે આરોગ્ય શિક્ષણ આપી, કોરોના રસીકરણ કેમ્પ પણ રાખવા માં આવેલ હતો. આ આયોજન ને સફળ બનાવવા ડો.હિતેશ પરમાર, બી આર જાવિયા, ભરતભાઈ સોલંકી, રાવત ભાઈ ગાગીયા, પ્રભાત ભાઈ બાંભવા, ચિરાગ ભાઈ, મનોજભાઈ તેમજ ચાવંડ આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.