હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ - At This Time

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને ધ્યાનમાં રાખતાં કલેકટરશ્રીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઈ


હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી ૨૪ કલાકમાં જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવના હોવાથી વધુ વરસાદની પરિસ્થિતિમાં બચાવ અને રાહતની કામગીરી હાથ ધરવાની પૂર્વતૈયારીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં બેઠક યોજવામાં આવી અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા.

જિલ્લામાં તમામ તાલુકાઓમાં કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ભરાય તો તેના તાત્કાલિક નિકાલ માટેની પૂરી તકેદારી રાખવી,જિલ્લામાં ટેન્ટ અથવા ઝૂંપડા બાંધીને રહેતા લોકો માટે સાવચેતી અને બચાવના જરૂરી પગલાં ભરવા, વધુ વરસાદની પરિસ્થિતિમાં લોકોનું સ્થળાંતર કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તો અગાઉથી આવા આશ્રયસ્થાનોની ચકાસણી કરી જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ હોવાની મામલતદારશ્રીઓ અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓને સ્થળ મુલાકાત કરી ખાતરી કરવી. તકેદારીના ભાગરૂપે લોકો સુધી સાચી માહિતી પોહંચે અને કોઈજ ભય અને ઉચાટનો માહોલ ના સર્જાય તેની સાવચેતી રાખવી. જિલ્લામાં દરેક જવાબદાર અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવાની સૂચના આપવામાં આવી.ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાવચેતી પૂર્વક થાય અને સરકારનો zero casualty નો જે અભિગમ છે, તેના માટે દરેક વિભાગને આવનારી કોઈપણ પરિસ્થિતિ માટે તમામ તૈયારીઓ કરવા માટે તકેદારીના સૂચન કરવામાં આવ્યા.આ બેઠકમાં કલેક્ટરશ્રી ર્ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારીશ્રી,પોલીસ અધિક્ષકશ્રી ,અધિક નિવાસી કલેક્ટરશ્રી,નાયબ વન સંરક્ષકશ્રી,(સામાજિક વનીકરણ),
પ્રાંતઅધિકારીશ્રી,કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન (રાજય)કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન(પંચાયત),કાર્યપાલકઈજનેરશ્રી,યુજીવીસીએલ, તમામ મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, તમામ ચીફ ઓફિસર, વર્ચ્યુઅલી જોડાયા હતાં.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon