મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામે વલ્લભભાઈ ડોસાભાઈ(વિ.ડી.ચિતલીયા)હાઇસ્કૂલ આવેલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં
મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામે વલ્લભભાઈ ડોસાભાઈ(વિ.ડી.ચિતલીયા)હાઇસ્કૂલ આવેલ છે જે અત્યંત જર્જરિત હાલતમાં આવેલી સ્કૂલ છે સ્કૂલની અંદર અનેક વિદ્યાર્થીઓ પોતાનું ભાવિ ભણી રહ્યા છે વર્ષોથી સ્કૂલ રીનોવેશનની રાહ જોઈ રહી છે સમારકામની રાહ જોઈ રહી છે પરંતુ અહીં નથી ટ્રસ્ટ સમાર કામ કરતું કે નથી સરકારી તંત્ર સમાર કામ કરી રહ્યું વૃદ્ધાવસ્થા જેવી હાલતમાં મોટા ખુટવડા ની હાઈસ્કૂલ આવેલી છે ધોરણ નવ અને ધોરણ 10 ના 350 છોકરી છોકરાઓ પોતાનું ભાવી ભણી રહ્યા છે અને મોટા ખુંટવડા ગામની આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તારના છોકરા અને છોકરીઓ અહીંયા દસમું ધોરણ ભણતા હોય છે હાલ તો સ્કૂલની હાલત અત્યંત જર્જરિત અને ખુબ ખરાબ હાલતમાં હોવાથી ત્યાંના શિક્ષકો પણ ભય ના ઓથ નીચે ભણાવી રહ્યા છે અંદાજે 350 થી 400 વિદ્યાર્થીઓ પોતાના જીવના જોખમે હાઈસ્કૂલમાં રોજિંદુ ભણવા આવી રહ્યા છે સ્કૂલના શિક્ષકો દ્વારા શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ રજૂઆત માત્રને માત્ર કાગળ પર જ રહેશે તેમાં તંત્રને કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી પણ મોરબી પુલ જેવી ઘટના ઘટે અને અને કોઈ અઘટિત ઘટના બને તે પહેલાં તંત્ર જાગે છે કે કેમ તે જોવાનું રહ્યું છે જ્યારે એક તરફ શિક્ષણ ક્ષેત્રે લાખો કરોડો ના બજેટ મંજૂર થયાની ચર્ચા પણ ચાલતી હોય પણ ખરેખર મોટા ખુંટવડા ગામના અને આસપાસના ગામોના છોકરા છોકરીઓ ની એક એવી આશા છે કે વિ.ડી.ચિતલીયા હાઈસ્કૂલ નવી બને તો શાંતિ થી તમામ વિધાર્થીઓ અભ્યાસ કરી શકે આ વિ.ડી.ચિતલીયા હાઈસ્કૂલ નુ વર્ષ 1977 - 78 માં નિર્માણ કરવામાં આવ્યું છે વર્ષો સુધી આ સ્કૂલને કોઈ પ્રકારનો રંગ રોગાન કે ડેવલોપમેન્ટ અથવા તો રીનોવેશન કરવામાં આવેલું નથી હાલ આ સ્કુલમાં છત પરથી પોપડા પડી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો વિ.ડી.ચિતલીયા હાઈસ્કૂલ દ્રશ્યો છતના સ્લેબ ના લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે બારી બારણા તૂટીને ગ્રાઉન્ડમાં પડી રહ્યા છે ઓપન થિયેટર જેવી આ સ્કૂલની હાલત છે આવતા દિવસોમાં વેકેશન પૂરું થતાં જ અનેક નવા વિદ્યાર્થીઓ અહીં ભણવા આવવાના છે તો નવા વિદ્યાર્થીઓને નવી રીનોવેશન વાળી સ્કૂલ મળે તેવું શિક્ષક તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ તથા ગામના ગ્રામજનો માંગ કરી રહ્યા છે
રીપોટર.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.