લોક જાગૃતિ તથા સુરક્ષા અર્થે ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ કાર્ય ક્રમ યોજાયો - At This Time

લોક જાગૃતિ તથા સુરક્ષા અર્થે ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ કાર્ય ક્રમ યોજાયો


બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલિયા તથા નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ ના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં વધી રહેલ સાયબર ક્રાઇમ તથા રોડ અકસ્માતના બનાવો બનતા અટકાવા અને નશાકારક પદાર્થનુ સેવન તથા સામાન્ય સુરક્ષા સબંધી લોકોમાં જાગૃતિ* આવે તે સારૂ બોટાદ જીલ્લા ખાતે બોટાદ પોલીસ સ્ટેશનના કારિયાણી ગામ તથા પાળીયાદ પોલીસ સ્ટેશનના સરવા ગામે એક લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવા આવેલ હતુ.
આ કાર્યક્રમમા બોટાદ જીલ્લા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેકટર એચ.એલ.જોષી દ્રારા સાયબર ક્રાઇમ કરનારા ગુનેગારો દ્રારા લોકો સાથે કેવી રીતે છેતરપીંડી કરી ગુન્હાઓ કરવામાં આવે છે આ છેતરપીંડીથી બચવા માટે શું-પ્રયાસો કરવા જોઇએ તે અંગે વિડીયો કલીપ તથા ઓડીયો દ્રારા જાણકારી આપવામાં આવેલ હતી અને છેતરપીંડીનો ભોગ બનેલા લોકોએ કઇ-જગ્યાએ શું કાર્યવાહી કરાવવાની હોઇ છે તે અંગે તથા હેલ્પ લાઇન વિષે જાણકારી આપવામાં આવેલ.
તાજેતરના રોડ અકસ્માતની સંખ્યા ધ્યાને લેતાં અકસ્માત નિવારણ અંગે બોટાદ જીલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સપેકટર આઇ.બી.જાડેજા દ્રારા રોડ અકસ્માતથી કઇ રીતે બચી શકાય તે અંગે વિડિયો તથા ઓડીયો કલીપ્સ દ્રારા જણકારી આપવામાં આવેલ હતી અને રોડ પરની ટ્રાફીક નિશાનીઓ પાલન અંગે જાણકારી આપવામા આવેલ હતી તથા ટ્રાફિક નિયમો અંગે સમજ કરવામાં આવેલ હતી નશા અને ડ્રગ્સના સામાજિક દુષણના કારણે સમાજમા થતી અસરોને કઇ રીતે નાબુદ કરી શકાય તથા નશા અને ડ્રગ્સને કારણે યુવા પેઢી પર થતી અસરોથી પ્રજાજનોને જાગૃત કરવામાં આવેલ છે.
વધુમાં,બોટાદ જીલ્લા પોલીસ દ્રારા કાર્યરત દાદા-દાદીના દોસ્ત પ્રોજેકટ અંતર્ગત જરૂરિયાત મંદ સિનીયર સીટીઝન નાગરીકોને દાતાઓના સહયોગથી બોટાદ જીલ્લા પોલીસ દ્રારા વિતરણ કરવામા આવતી રાશન કીટ તથા મેડીકલ સુવિધા તથા બોટાદ જીલ્લા પોલીસ “SHE TEAM” તથા ૧૮૧ મહીલા હેલ્પલાઇન અંગે પણ લોકોને વાકેફ કરવામાં આવેલ છે.
આમ,*બોટાદ જિલ્લા પોલીસે સુરક્ષા અને સલામતીની સાથો-સાથ સમાજસેવાના કાર્યો કરી “ પોલીસ પ્રજાનો મિત્ર છે “ જેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.