હિંમતનગરના જાગાસ્વામી સાંસ્કૃતિક હોલ ખાતે લોકડાયરાનું આયોજન કરાયુ
હિંમતનગરના જાગાસ્વામી સાંસ્કૃતિક હોલ ખાતે લોકડાયરાનું આયોજન કરાયુ
******************
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી દેશભક્તિના ગીતો અને શૌર્યગીતો સભર લોકડાયરાનું આયોજન નગર પાલિકા પ્રમુખ યતિનબેન મોદીની અધ્યક્ષતામાં યુવા કેન્દ્ર હિંમતનગર દ્વારા હિંમતનગરના જાગાસ્વામી સાંસ્કૃતિક હોલ મોતીપુરા ખાતે યોજાયો. શ્રી વાસુદેવ રાવલ પ્રમુખ શહેર સંગઠનના વરદ હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
લોકડાયરા કાર્યક્રમમાં ગીત તથા દેશભક્તિના ગીતો શ્રી ભીખુદાનભાઈ ગઢવી, લોક સાહિત્યકાર ઘનશ્યામ ગઢવી, ચેતન ગઢવી, પુષ્પદાન ગઢવી, તેજસ્વીની બારોટ, પાયલ ભટ્ટ, નવલદાન ગઢવી, હર્ષિલ દરજી અને હંસરાજ ગોસ્વામીના સુરીલા કંઠે વિકલાંગ સ્કૂલ નાના બાળકો નાચી ઊઠ્યા હતા. સાથે સભાખંડમાં બેઠેલ પ્રેક્ષકગણ શ્રાવણના પવિત્ર માસે લોક ડાયરા થકી આપણી સંસ્કૃતિના જતન માટે સંગીત નાટક અકાદમીનો ખુબ ખુબ આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમની પ્રસ્તુતિ પ્રકાશ વૈધ સાબર પ્રમુખ યુવા કેન્દ્ર દ્વારા કરવામાં આવી હતી.
અતિથિવિશેષ તરીકે શ્રી ભુપેન્દ્રસીંહ ઝાલા, શ્રી અજયભાઈ ભટ્ટ, શ્રી ધ્વનુભાઇ ચૌહાણ, શ્રી મહેશ ત્રિવેદી, શ્રી બીપીનભાઈ દરજી, શ્રી શીરીભાઇ મિસ્ત્રી, મમતા શિશુ વિકલાંગ શાળાના આચાર્ય જયંતીભાઈ પટેલ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
abidali bhura himatnagar
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.