એસ્ટેટ બ્રોકરે બેંકમાં ગિરવે મુકેલ રૂ।.2.23 લાખનું સોનાનું મંગળસૂત્ર મિત્ર ઓળવી ગયો
સેટેલાઇટ ચોકમાં રહેતાં એસ્ટેટ બ્રોકરે બેકમાં ગિરવે મુકેલ રૂ।.23 લાખનું સોનાનું મંગળસૂત્ર મિત્ર ઓળવી જતાં એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. એસ્ટેટ બ્રોકર ભીખુભાઈએ મિત્રને ઉછીના લીધેલ રૂ.25 હજાર પરત આપવા પત્નીનો સોનાનો દાગીના પર મિત્રના નામે ધિરાણ લીધું હતું. મંગળસૂત્ર મિત્રએ બીજા દિવસે જ છોડાવી છેતરપીંડી આચરી હતી.
બનાવ અંગે મોરબી રોડ પર સેટેલાઇટ ચોકમાં રાધામીરા સોસાયટીમાં રહેતા ભીખુભાઇ લાભુભાઇ વાઘાણી (ઉ.વ.51) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે પરેશ ધિરજ લામકા (રહે. કોળી વાસ, કુવાડવા) નું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ જમીન લે-વેંચનું કામ કરે છે. તેઓ જમીન લે-વેચ અંગેના કામે મારે અવારનવાર કુવાડવા રોડ પર રહેતાં પરેશભાઈ લામકા સાથે સંપર્ક થયેલ હતો. પાંચેક મહિના પહેલા પરેશ લામકા પાસેથી ધંધાના કામ અર્થે રૂ।.25 હજાર ઉછીના લીધેલ હતા. જે પૈસા લીધે વીસેક દિવસ વિતવા છતા તેઓની પાસે પૈસા પરત આપવાની સગવડ ન થતા પત્નીનુ સોનાનુ મંગળસુત્ર બેંકમાં મુકી રૂ।.25 હજારનું ધિરાણ લઇ પરેશને તેમના પૈસા પરત આપવાનુ નક્કી કરેલ હતું.
જે બાબતે પરેશ લામકાને વાત કરેલ જેથી વાત થયા મુજબ બંને ગઇ તા.19/07/2024 ના સાંજના કસ્તુરબા રોડ પર આવેલ ડીસ્ટ્રીક્ટ બેંકમાંથી ધિરાણ લેવા અર્થે ગયેલ હતા, જ્યાં રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંકના ગ્રાઉન્ડ ફલોર પર આવેલ ગોલ્ડ લોનની ઓફીસમાં ગયેલ અને ત્યાં ઓફીસમાં બેસેલ ગોલ્ડ લોન કરાવતા કર્મચારીને લોન ધિરાણ બાબતે વાત કરતા તેને ડોક્યુમેન્ટ જોઈ કહેલ કે, તમારું આધારકાર્ડ, પાનકાર્ડમાં નામ ફેર છે તેથી તમને ધિરાણ નહી મળે જેથી મિત્ર પરેશને વાત કરતા તેને પોતાના ડોક્યુમેન્ટ બતાવેલ જે બરાબર હોય જેથી પરેશના નામે ધિરાણ થશે તેમ જણાવેલ હતું.
બાદમાં પરેશના નામે ફરિયાદીએ પત્નીનુ સોનાનું મંગલસુત્ર બેંકમાં મુકી રૂ.25 હજારનું ધિરાણ લીધેલ હતું. બેકમાંથી લીધેલ ધીરાણના રૂ।5 હજાર ત્યાં જ પરેશને આપી દીધેલ અને કહેલ કે, હવે હું મારુ સોનાનુ મંગલસુત્ર બેંકમાંથી છોડાવી લઇશ અને તમને કંઈ આપવાનુ રહેતુ નથી. એકાદ મહિના બાદ તેઓ પાસે પૈસાની સગવડ થતા બેંક ખાતે ગયેલ અને કર્મચારીને ધિરાણ ભરવા બાબતે વાત કરતા જણાવેલ કે, આ સોનુ તો પરેશભાઈ ત્રીજા દિવસે જ ધિરાણના પૈસા રૂ.25 હજાર ભરીને લઇ ગયેલ છે.
જેથી પરેશભાઇનો સંપર્ક કરતા કહેલ કે, મારે પૈસાની જરુર હતી જેથી મે તમારુ મંગલસુત્ર બેકમાંથી છોડાવી લીધેલ છે. જે તમને થોડા દીવસમાં આપી દઈશ. બાદમાં અવારનવાર સોનાના મંગલસુત્રની માંગણી કરેલ તેમ છતા આરોપીએ રૂ.2.23 લાખનું સોનાનું મંગલસુત્ર પરત ન આપી છેતરપીંડી આચરી હતી.બનાવ અંગેની ફરીયાદ પરથી એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઇ એમ.આર.મકવાણા અને ટીમે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.