ઈવેન્ટ મેનેજમેન્ટના ધંધાર્થીની જાણ બહાર બે વ્યાજખોરોએ કાર બારોબાર વેંચી નાંખી
ગાયકવાડીમાં ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા યુવાન સાથે બે વ્યાજખોર શખ્સોએ ત્રણ મહિના પહેલાં દસ ટકા વ્યાજે આપેલ બે લાખ રૂપિયાના બદલામાં લીધેલ કાર બારોબાર વેંચી નાંખતા બંને શખ્સો સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
બનાવ અંગે ગાયકવાડીમાં રહેતા અને ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતા મુરલીભાઈ વિનોદભાઈ ભાવનાણી (ઉ.વ.22) એ નહેરૂનગરના ઈમરાન ઈકબાલ શેખ અને ઘાચીવાડના તેજીમ મેમણ સામે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ધમકી, મનીલેન્ડ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદિએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી 2023માં મારે સાઉન્ડ સીસ્ટમ ખરીદવી હોય જેથી પૈસાની જરૂરિયાત ઉભી થતા મિત્ર તેજીમ મારફ્ત ઇમરાન સાથે સંપર્ક થતા તેણે 10 ટકા વ્યાજ અને કાર ગીરવે મુકવાની વાત કરતા મેં સહમતી દર્શાવી હતી અને બે લાખ વ્યાજે લીધા હતા તેમજ ગાડી ઈમરાન શેખને વેચાણથી આપું છું તેવું નોટરી લખાણ કરાવ્યું હતું.
ત્યારે તેણે દોઢ લાખ આપ્યા હતા અને બાકીના 50 હજાર પછી આપશે તેમ કહ્યું હતું. ઇમરાનનો રાત્રે ફોન સ્વીચ ઓફ આવતો હોય સવારે જતા મારે તેજીમ પાસેથી લેવાના છે તું તેની પાસેથી લઇ લેજે તેમ કહ્યું હતું. પરંતુ આજદિન સુધી તેજીમએ પણ પૈસા આપ્યા ન હતા મારે સગવડ થઇ જતા હું બે લાખ દેવા જતા તારી ગાડી ક્રાઈમ બ્રાંચવાળા સાહેબને વેચી દીધી છે ત્યાંથી લઈ લેજે કહી મારી નાખવાની ધમકી આપી હતી. તપાસ કરતા ત્યાં કોઈને આપી ન હોવાનું જાણવા મળ્યું હતું.
બાદ ગઇ તા.11 ના ધોરાજી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ કે, સ્વીફ્ટ કાર નં. જી.જે.03-એમ.એલ.5946 ના માલિક તમે છો ? પૂછતાં તેઓના હા પાડી ગાડી બાબતે પૂછતાં જણાવેલ કે, આ ગાડી અયાન અમીન મુળીયા પાસેથી ડિટેઈન કરેલ છે અને વાહન માલિકની ખરાઇ કરતા તમારૂ નામ જણાઇ આવેલ હતું. બનાવ અંગેની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે બંને વ્યાજખોર શખ્સોને સકંજામાં લેવાં તજવીજ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.