સુઈગામ વિસ્તારના ઘુડખર અભયારણ્યના વન્યપ્રાણીઓ લુપ્ત થઈ જવાના આરે,,જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ.? - At This Time

સુઈગામ વિસ્તારના ઘુડખર અભયારણ્યના વન્યપ્રાણીઓ લુપ્ત થઈ જવાના આરે,,જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ.?


સુઈગામ વિસ્તારમાં ઘુડખર અભયારણ્યના વન્યપ્રાણીઓ લુપ્ત થઈ જવાના આરે....

જવાબદાર તંત્ર યોગ્ય કાર્યવાહી કરશે કે કેમ..?

રણમાં સ્થાપેલી કંપની અને તેમાં અવર-જવર કરતી હજારો ગાડીઓને કારણે વન્યજીવો પર પડી રહી છે માઠી અસર..

સુઈગામ તાલુકાના દુદોસણ, બોરૂ, મસાલી,વગેરે ગામો માં ઘુડખર અભયારણ્ય વિસ્તાર આવેલ છે, જો કે જવાબદાર તંત્રના કહ્યા પ્રમાણે ઘુડખર અભયારણ્ય સિવાય પણ ત્યાં કેટલોક અન-સર્વેયડ વિસ્તાર આવેલ છે, જો કે તે ઘુડખર અભયારણ્ય વિસ્તાર છે કે અનસર્વેયડ વિસ્તાર છે તે એક સવાલ છે પરંતુ તે રણ વિસ્તારમાં સ્થાનિકો સિવાય બહારથી આવીને કેટલાક ભુમાકિયાઓ હજારો હેક્ટરોમાં દબાણ કરી મીઠું પકવવા ની કંપનીઓ/અગર બનાવી દીધેલ છે, જ્યાં કંપનીઓ માટેની જરૂરી વસ્તુઓ કે મીઠું ભરવા/ઠાલવવા માટે ત્યાં ડમ્પરો, ગાડીઓ મશીનીરીઓ ની રોજિંદી અવર-જવરના કારણે ઘુડખર અભયારણ્યના વન્ય-જીવોના જીવનનું સંકટ હોઈ જો સમયસર જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાય તો જમીની દબાણની સાથે-સાથે ઘુડખર અભયારણ્યમાં રહેતા ઘુડખર સિવાયના અન્ય વન્યજીવો પણ લુપ્ત થઈ જશે.

સરહદીઓ નો સવાયો સવાલ

બોરું ગામથી આગળ રણમાં જતાં ઘુડખર અભયારણ્ય દ્વારા બોર્ડ લગાવી અભયારણ્યમાં પ્રવેશવા તેમજ ફોટો-વીડિયો માટે પ્રતિબંધિત વિસ્તાર છે, તેવું દર્શાવવામાં આવેલ છે, જો રણમાં ફોટા-વીડિયો કે પ્રવેશવા પર જો દંડની જોગવાઈ હોય અને ત્યાં કંપનીઓ સ્થાપવા, રસ્તાઓ બનાવવા, તેમજ રોજિંદી અઢળક ગાડીઓ,ડમ્પરો,ની અવર-જવર પર કેમ કોઈ પ્રતિબંધ નહીં... એ પણ એક સવાલ છે.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image