ધંધુકામાં બુદ્ધપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકામાં બુદ્ધપૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરાઈ.
અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર ખાતે બુદ્ધપૂર્ણિમાના દિવસે ધંધુકા બૌદ્ધ સંઘ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વમાં નામના મેળવનાર એવા બુદ્ધ ભગવાનની પ્રતિમાને ફુલહાર અર્પણ કરવામાં આવ્યા હતા. ધંધુકામાં આંબેડકરનગરથી ડો. બાબા સાહેબ સ્ટેચ્યુ સુધીની ધમ્મયાત્રા કાઢવામાં આવી હતી. અનુસૂચિત જાતિ અને બૌદ્ધ ધર્મના લોકો અને અન્ય ધર્મમાં લોકો પણ આ યાત્રામાં જોડાયા હતા. બૌદ્ધ પૂર્ણિમામાં વાર્ષિક એક જ વાર આવતી હોઈ લોકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો ને એક અનોખી રીતે બળદગાડીમાં ભગવાન બુદ્ધની પ્રતિમાને રાખીને અલગ જ સંદેશો પૂરો પડ્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.