દહેગામ નાં કંથારપુરા પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી - At This Time

દહેગામ નાં કંથારપુરા પ્રાથમિક શાળામાં 26 મી જાન્યુઆરી દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી


દહેગામ તાલુકાના કંથારપુરા પ્રાથમિક શાળામાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી . ,***************************************************************** દહેગામ તાલુકાના કંથારપુરા પ્રાથમિક શાળામાં આજે 26મી જાન્યુઆરીનાં દિવસે અને 75 માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શાળામાં ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સરકારશ્રીના પરિપત્ર મુજબ 'દીકરી ની સલામ દેશને નામ 'અંતર્ગત કંથારપુરા ગામની સૌથી વધુ શિક્ષિત દીકરીનાં નામે સોલંકી સૃષ્ટિબેન જસુસિંહે ધ્વજવંદન કરી પરિવાર તેમજ ગામનું ગૌરવ વધારયુ હતું. આ કાર્યક્રમમાં ગામની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરયા હતા તેમજ આ પ્રસંગે કંથારપુરા ગામના સરપંચ, પૂર્વ સરપંચ, પંચાયત સદસ્ય તેમજ કંથારપુરા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા તે બદલ કંથારપુરા ગામનાં શાળાના આચાર્યશ્રી ભરતભાઈ પટેલ તેમજ સર્વ શિક્ષકોએ ગામલોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.