રાજુલા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી
રાજુલા શહેરમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી ત્યારે રાજુલા પી.જી.વી.સી.એલ.ની ટીમ દ્વારા સર્વ પ્રથમ મીટર સરકારી કચેરીઓ માં લગાવવામાં ની કામગીરી શરૂ કરવામાં આવી જેમાં પ્રથમ મીટર રાજુલા તાલુકા પંચાયત કચેરીમાં લગાવવામાં આવેલ અને ત્યારબાદ બીજું મીટર રાજુલા એસ.ટી ડેપો કચેરી ખાતે લગાવવામાં આવ્યું ત્યારે આ બંને મીટરો લાગ્યા બાદ અધિકારી ના જણાવવા મુજબ રાજુલા માં હાલ તબક્કે આ ડિજિટલ મીટરઓ તમામ સરકારી કચેરીઓમાં લાગ્યા બાદ તમામ સરકારી કર્મચારીઓના ઘરે લગાવવામાં આવશે અને ત્યારબાદ ગ્રાહકોને વારાફરતી લગાવવામાં આવશે ત્યારે તેમના જણાવવા મુજબ આ ડિજિટલ મીટર જુના મીટર જેવું જ કામ કરશે કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં પરંતુ હાલ તબક્કે આ મીટર ના બિલ આવે છે તેવી રીતે જ બિલ આવશે અને ત્યારબાદ સંપૂર્ણ ડિજિટલ મીટર લાગ્યા બાદ આ મીટરને પ્રિપેડ કરવામાં આવશે અને જરૂરિયાત મુજબ ગ્રાહકો ને રિચાર્જ કરી અને વાપરી શકશે તેવું જણાવેલ છે ત્યારે આ બાબતે રાજુલા તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી બી.એન કલસરિયા એ જણાવ્યું કે ડિજિટલ મીટર આજના યુગ પ્રમાણે આ ડિજિટલ યુગમાં ડિજિટલ સાથે રહેવું જરૂરી છે ત્યારે હું આ પી.જી.વી.સી. એલ ના આ ડિજિટલ મીટરને આવકારું છું
9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે
