હેલ્થ એન્ડ વેલનેસ રાબડાળ ખાતે મુવાલીયા ગામની સગર્ભા મહિલાને અપવાદ રૂપ હાલતમાં સલામત પ્રસૂતિ કરાવાઈ.
મુવાલિયા ગામ ની સગર્ભા માતા ડિલિવરી નાં દુખાવા સાથે હેલ્થ & વલનેસ રાબડાલ ખાતે સંપૂર્ણ જગ્યા ખુલી ગયાં સાથે રાબડાલ ખાતે અસહય દુખાવા સાથે પ્રસૂતિ માટે આવ્યા હતા.
જેમાં તપાસ કરતાં બાલક પગ નાં ભાગે આવ્યું આ કન્ડીશન ખૂબ જ જટિલ અને અપવાદ રૂપ કન્ડીશન હોઈ છે. જેમાં સામાન્ય રીતે બાલક માથા ના ભાગે ૯૮% પ્રસુતી થતી હોઈ છે.
આ કડિશન બાલક માટે ખૂબ જોખમી માટે હોઈ છે. જેમાં ફરજ પર સ્કિલ સિનિયર મિડવાઇરી ઓફીસર પ્રદીપ પંચાલ અને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ખીલન પ્રજાપતિ મદદ માં રહી ખૂબ જ જેહમત બાદ સફળતા પૂર્વક પ્રસુતિ થઈ ગઇ
પ્રસૂતિ બાદ બાલક માં કોઈ જાત ની હિલચાલ ન હતુ કે રડ્યું ન હતું. પણ બન્ને કર્મચારીએ પોતાનો અનુભવ મુજબ હાર નાં માની અને લાઇફ સેવિંગ પ્રોસીજર કરી બાદ ૧૫ મિનિટ બાદ નવજાત શિશુ રડવા લાગ્યું અને બાલક જીવન અને મોત વચ્ચે હતુ જેમાં બાલક રડ્યું બાદ બંને કર્મચારીએ હાશકારો લીધો અને ઓબઝરવેશન માટે બાલક ને ૧૦૮ દ્રારા ઝાયડસ મેડિકલ કોલેજ મોકલ્યું હતુ. તેમજ નવજાત શીશુ 24 કલાક બાદ ઝાયડસ માથી રજા આપવામાં આવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.