મધ્યપ્રદેશ ના અશકત યુવકને ઘરે પહોચાડવાં ગુજરાત પોલીસ, સામાજીક કાર્યકરો અને પત્રકારે સાથે મળી મદદ કરી. - At This Time

મધ્યપ્રદેશ ના અશકત યુવકને ઘરે પહોચાડવાં ગુજરાત પોલીસ, સામાજીક કાર્યકરો અને પત્રકારે સાથે મળી મદદ કરી.


આ ઉપરોકત ફોટો માં જોવાતો યુવાન જેનું નામ પ્રકાશ સત્યનારાયણ મવાસી,ઉં આશરે ૨૦ વર્ષ, મધ્યમ બાંધો, રંગે - શ્યામ , રહેવાસી - ગામ આધવા, જીલ્લો - સતના, મધ્ય પ્રદેશ, થાના - બરોંધા,

તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૨૨ માં રોજ મળી આવેલ યુવક પ્રકાશ ની જણાવેલ હકીકત મુજબ તેને તેના પરિવાર ના વાલી કોઈ કારણસર પ્રકાશ ઉપર ગુસ્સે થવાથી પોતાના વતન MP થી ઘર છોડીને ટ્રેન મારફતે ગુજરાત અમદાવાદ ગોતા ચોકડી પાસે એકાંતમાં ઝાડીઓ પાસે રડતો બેસી રહેલ હોય જે અમદાવાદ માં ગોતા ચોકડી થી થોડે આગળ જીવદયા પ્રેમી સંજય રાઠોડ ની નજરે ચઢતા સંજય રાઠોડે અશોક સક્પાલ ને ફોન કરી વિગતે માહિતી આપી આ બાબતે મદદ માંગી હતી,

સામાજીક કાર્યકર અશોક સકપાલ અને અનુભવી પત્રકાર સાથે આ ગોતા ચોકડી પાસે પહોંચી મળી આવેલા અશક્ત યુવક ને પોલીસ કંટ્રોલ રૂમ ની મદદથી ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ ગયાં યુવક અશક્ત અને ભૂખ્યો હોવાથી આ યુવકને FFWC ( ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઈલ્ડ) ના દિપાલીબેન કંસારા એ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં જ તાત્કાલિક ભોજન ની વ્યવસ્થા કરાવી હતી અને આ યુવકની પૂછપરછ કરી વધુ વિગત મેળવવા નો પ્રયત્ન કયોઁ પરંતુ તે તેનું નામ પપ્પા નુ મમ્મીનું નામ અને ફક્ત રાજ્ય તથા ગામનું નામ બોલતો હતો અશક્તિ ભુખથી લાચાર થઇ ચાલતો ફરતો હતો,

આ મળી આવેલા અશક્ત યુવક ને લખવાનું કહેતા તેણે હિન્દી માં તેના માતા પિતાનું નામ લખી આપ્યું અને તેને ઘરે પાછા જવું છે પરંતુ પૈસા નથી તો મને ઘરે પહોંચાડવા મદદ કરશો તેવું લખી આપ્યું હતુ તેના અને ફોટાના આધારે ચાંદખેડાના પોલીસે ગુજરાત અને મધ્યપ્રદેશ બે રાજ્યની પોલીસ કંટ્રોલનો સંપર્ક કરી તપાસ કરાવતાં આ યુવક વિષે વધુ વિગત અને માહિતી સાથે મધ્ય પ્રદેશ પોલીસ ના જવાબદાર અધિકારીઓ નો સંપર્ક મેળવી તેના ઘર પરિવાર જનો ભાળ મેળવી હતી અને ઘરે જાણ કરતા બીજા દિવસે પરિવાર ના સભ્ય ગુજરાતમાં પ્રકાશ ને લેવા આવે ત્યાં સુધી તેને મણીનગર રેન બસેરામાં રાખવાનું નક્કી કર્યું હતું યુવક ના રાત્રિ રોકાણ ની વિગત પરિવાર ને જાણ કરવામાં આવી હતી,

આ યુવકનો ભાઈ મોરબીમાં હતો જેની માહિતી મળતાં તેના ભાઈનો સંપર્ક થતાં ભાઈને લેવા માટે બોલાવતાં તેઓ તારીખ ૨૮ સપ્ટેમ્બર ના રોજ સાંજે ૭.૦૦ કલાકે લેવા આવ્યો હતો પરંતુ કમનસીબે તેને ચાંદખેડા પોલીસ સ્ટેશન માં કાયદેસરની કાર્યવાહી કરીને રાત્રિ રોકાણ અર્થે મણીનગર રૈન બસેરામાં સંજોગો અને જવાબદાર વ્યક્તિઓની ઓળખ અને ઘટનાની જવાબદારી સમજી કાયદેસર નોંધ કરી રાત્રી રોકાણ કરાવ્યું હતું પરંતુ તે યુવાન રૈન બસેરામાં થી તારીખ ૨૮ સપ્ટેમ્બર ના રોજ બપોરે આશરે બપોરે ૩ : ૦૦ થી ૪ : ૦૦ કલાક ની વચ્ચે નજર ચુકવી નાસી છુટયો હતો,

રેનબસેરાના જવાબદાર હાજર કર્મચારી એ પોલીસ કંટ્રોલ અને યુવક માં પરિવાર જનો ને આ બાબતે તાત્કાલીક સંપર્ક કરી જાણ કરી હતી તથા મણીનગર પોલિસ સ્ટેશનમાં જઇ ઘટના સંદર્ભે જવાબ ની નોંધ કરાવેલ ઉપરોકત ફોટા માં જોવાતો આ યુવાન વિષે જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિનંતી,

આ કામમાં સ્પેશિયલ મદદ કરનાર અશોક સકપાલ, FFWC ( ફ્રેન્ડસ ફોર વુમન એન્ડ ચાઈલ્ડ ) ના દિપાલીબેન કંસારાએ ગુજરાત પોલીસ કંટ્રોલ પાસે થી મધ્ય પ્રદેશ પોલીસ કંટ્રોલ નો ફોન નંબર મેળવો યુવક ના વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરી યુવક ના ઘર પરીવાર ની વધુ વિગત મેળવી અને યુવક ના મળી આવવા ની માહિતી તેના ઘરે આપી હતી આ સાથે આ કામ માં ગ્રેનસ ટીમના અધિકારી શ્રી મયંકભાઈ શાહ (ટેલીફોનીક) અને ટીમના સદસ્ય શ્રી સેતુભાઇ દેસાઈ ચાર કલાક સાથ આપતા ખડે પગે મદદ કરવા હાજર રહ્યાં હતા તેમજ ચાંદખેડા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ આ યુવકને પરિવારને મેળવી આપવામાં ઘણી મહેનત અને મદદ કરવા બદલ સૌ નો વ્યક્તિગત આભરી છે,

વિષેશ નોધ :-

પ્રકાશ સત્યનારાયણ મવાસી જે તારીખ ગત ૨૮ ના રોજ મણીનગર રૈન બસેરા માંથી નજર ચૂકવી ભાગી ગયેલ છે જે કોઈ વ્યક્તિ ને ઉપરોકત ફોટામાં દેખાતો યુવક ની ભાળ મળી આવે તેમણે નીચે જણાવેલ નંબર ઉપર સંપર્ક કરવા વિનંતી.

પ્રમોદ (મધ્ય પ્રદેશ) 08618007922

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon