નેત્રંગ તાલુકાના હાથાકુંડી ખાતે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું... - At This Time

નેત્રંગ તાલુકાના હાથાકુંડી ખાતે હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું…


બ્રિજેશકુમાર પટેલ,
ભરૂચ જિલ્લા - બ્યુરો ચીફ
7490953909

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામે આવેલ નિશાળ ફળિયામાં રહેતા વજીરભાઈના નિવાસસ્થાને વાંસ હસ્તકલા પર પાંચ દિવસીય હસ્તકલા સેતુ યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ તાલીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 

ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન (EDII) ભરૂચ દ્વારા હસ્તકલા સેતુ યોજના હેઠળ આયોજિત, આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય વાંસના કારીગરોને ઉન્નત કૌશલ્ય અને જ્ઞાન સાથે સશક્ત કરવાનો છે.

આ કાર્યક્રમમાં નેત્રંગ વન વિભાગના આર.એફ.ઓ એમ.એફ.દીવાન ઉપસ્થિત રહી આ તાલીમની શરૂઆત કરાવી હતી. તેઓ દ્વારા વાંસની કારીગરીમાં લાભો અને તકોની ચર્ચા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું આપ્યું હતું.

આ પ્રસંગે નેત્રંગ વન વિભાગના આર.એફ.ઓ એમ.એફ.દીવાન તેમજ ટીમ , તાહિર સૈયેદ - ભરૂચ ડી.પી.ઓ.ઇ હસ્તકલા સેતુ યોજના, વજીરભાઈ કોટવાલીયા - આદિમ જુથ આગેવાન અને મોટી સંખ્યામાં વાંસના કારીગરો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.