જૂના કટારીયા હિન્દુ યુવા શક્તિ ગ્રુપ દ્વારા શિવરાત્રી ના ભવ્ય શોભાયાત્રા અને ભાવેશ્વર મંદિરે 52 ગજની ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું .
મહા શિવરાત્રી ના મહા પર્વ નિમિતે જૂના કટારીયા ગામે હિન્દુ યુવા શક્તિ જૂના કટારીયા ગ્રુપ દ્વારા મહા શિવરાત્રી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી . મહા શિવરાત્રી નિમિત્તે હિન્દુ યુવા શક્તિ ગ્રુપ દ્વારા ભવ્ય શોભાયાત્રા અને ભાવેશ્વર મંદિરે 52 ગજની ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું .
મહા શિવરાત્રી નિમિત્તે જૂના કટારીયા ના સમસ્ત હિન્દુ સમાજે પોતાનું યથાશક્તિ યોગદાન આપી તન, મન અને ધન થી હિન્દુ યુવા શક્તિ ગ્રુપ સાથે જોડાઈ મહા પર્વ ની ઉજવણી કરી , સાથે સાથે 52 ગજ ની ધજા માટે ચડાવો બોલવામાં આવ્યો હતો જે 1111 થી શરૂ થયો અને આખરે 23111 રૂ. નો ચડાવો કોલી યુવા ગ્રુપ કટારીયા એ બોલી અને આ ધજા ચડાવાનો લાહવો લીધો .
સવારે 9:00 કલાકે ભાવેશ્વર મંદિર થી મહા શિવરાત્રી ની શોભાયાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો અને જુદા જુદા સ્થળો પર રાસ લેવામાં આવ્યા , આ શોભાયાત્રા માં જૂના કટારીયા ગામ ના સર્વ જ્ઞાતિ ના ભાઈ બહેનો જોડાયા અને એકતા ના દર્શન કરાવ્યા , બપોરે 12:30 વાગ્યે શોભાયાત્રા ફરી ભાવેશ્વર મંદિર ના પ્રાંગણ માં પોહચી , ત્યારબાદ ધજાનો ચડાવો લેનાર કોલી ગ્રુપ દ્વારા વિધિ વિધાન રીતે ધજા ની પૂજા કરવામાં આવી એને ત્યારબાદ 52 ગજ ની ધજા ચડવામાં આવી .
ધજા બાદ ગ્રુપ દ્વારા ચાય - પાણી અને ફરાર ની વ્યવસ્થા કરવામાં આવી હતી સર્વ ભક્તો એ પ્રસાદ લીધો અને અને આપણી માતા સમાન ગાય ને પણ એક ટ્રેક્ટર ચારો હિન્દુ યુવા શક્તિ ગ્રુપ દ્વારા નાખવામાં આવ્યો હતો .
આ સાથે સંપૂર્ણ આયોજન અને શોભાયાત્રામાં જોડવા બદલ જૂના કટારીયા ના સર્વ યુવાનો ભાઈઓ અને બહેનો નો હિન્દુ યુવા શક્તિ ગ્રુપ આભાર વ્યક્ત કરે છે અને સાથ અપીલ કરે છે કે ગ્રામજનો આવા જુદા જુદા પર્વો માં સાથે રહી અને ધર્મકાર્ય માં જોડાય.
જેનું આયોજન હિન્દુ યુવા શક્તિ જૂના કટારીયા દ્વારા કરવામાં આવ્યું હતું
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.