તરેડ ગામે આંબેડકર જયંતિની ઉમંગભેર ઉજવણી – રાહતકામના મજૂરો સાથે રાષ્ટ્રીય ગીત ગાઈ દેશભક્તિનો મેસેજ
(રિપોર્ટ કનૈયાલાલ મકવાણા)
આજરોજ તરેડ ગામે ડો. બાબાસાહેબ આંબેડકરની જયંતિ નિમિતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં ચાલી રહેલા રાહતકામ સ્થળે મજૂરો દ્વારા રાષ્ટ્રીય ગીત ગાઈ આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં ગામના આગેવાનો અને સમાજના અગ્રણીઓએ ભાગ લીધો હતો. સામાજિક આગેવાન રાવલીયા ભીખાભાઈ, ભરવાડ સમાજના અગ્રણી વાધજીભાઈ ભરવાડ, ગામ સેવક વીરાસ પંકજભાઈ, તેમજ જાલવભાઈ પીપલીયાએ મજૂરોને ઠંડા પીણા વગેરેનું વિતરણ કરી ઉમંગ વધાર્યો. ઉપરાંત વાલ્મિકી સમાજના આગેવાન રણજીતભાઈ કાળુભાઈ મહિડાએ પણ પોતાના અભિપ્રાયો રજૂ કરી આંબેડકરની વિચારધારાઓને યાદ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
