SRF ફાઉન્ડેશન દ્વારા દત્તક લિધેલ ભરુચ જિલ્લાના ત્રણ તલુકાઓની 35 શાળાઓમા ૩૦ દિવસીય સમર કેમ્પનુ ઉત્સાહભેર શરૂઆત કરવામા આવ્યુ. - At This Time

SRF ફાઉન્ડેશન દ્વારા દત્તક લિધેલ ભરુચ જિલ્લાના ત્રણ તલુકાઓની 35 શાળાઓમા ૩૦ દિવસીય સમર કેમ્પનુ ઉત્સાહભેર શરૂઆત કરવામા આવ્યુ.


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૧૬/૦૫/૨૦૨૪

ભરુચ નેત્રંગ : SRF ફાઉન્ડેશન ગ્રામીણ ભારતના વિધાર્થીઓ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ (REP)અંતર્ગત્ શાળાઓના ભૌતિક પિરવર્તનમાટે કામ કરે છે, મુખ્ય શિક્ષકના નેતૃત્વ કાર્યક્રમ,શિક્ષકના ક્ષમતા નિર્માણ કાર્યક્રમ,શૈક્ષિણક સંવર્ધન કાર્યક્રમ, સહ-અભ્યાસિક પ્રવૃતિઓ તથા કાર્યાત્મક વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબનું નિર્માણ,સમુદાય જોડાણ અને સ્થાનિક સરકારી સંસ્થાઓ સાથે રહીને કામ કરે છે.

આ પ્રયાસને ચાલુ રાખવા માટે, SRF ફાઉન્ડેશન ભરુચ જિલ્લાના આ 30 દિવસીય સમર કેમ્પ દરમિયાન ભરુચ તાલુકાની 12 શાળાઓ, વાગરા તાલુકાની 5 અને નેત્રંગ તલુકાની 18 શાળાઓના 2000 થી વધુ વિધર્થીઓએ ઉત્સહાભેર ભાગ લિધો. આ દતક લિધેલી તમામ હસ્તક્ષેપ શાળાઓના ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે સમર કેમ્પની શરૂઆત કરી છે. જેનો મુખ્યો ઉદ્દેશ્યો બાળકોને તેમની બૌદ્ધિક વૃદ્ધિ,સામાજિક વૃદ્ધિ અને શારીરિક વૃદ્ધિ વિકસાવવા માટે પ્રવૃતિઓ દ્વારા આનંદ સાથે શીખવાની તક આપવા માટે, શાળાની બહારના બાળકોને શાળા પ્રત્યે હકારાત્મક અિભગમ કેળવવા આકર્શિષત કરી નવી કૌશલ્યો, રુચિઓ વિકસાવવા અને સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન, ટીમ વર્ક અને સહયોગને પ્રોત્સાહન, શારીરિક પ્રવૃ્તિઓને પ્રોત્સાહિત કરવા તેમજ ઉત્સુકતા અને જીવનભર શીખવા માટેનો પ્રેમ અને શિક્ષણને પ્રોત્સાહન આપે છે. આ સમર કેમ્પમા વય જૂથ મુજબ ધોરણ 3થી 5ના વિદ્યાર્થીઓ અને 6થી 8ના વિદ્યાર્થીઓને સમાવેશ કરેલ છે. આ સમર કેમ્પ ચાર ભાગમા વહેચવામા આવ્યુ છે અને દર અઠવાડીયે અલગ અલગ પ્રવ્રુતિઓનુ સ્પર્ધાનુ આયોજન કરેલ છે. જેમ્કે અપસાયકલ હસ્તકલા-જૂની સામગ્રી જેવી કે પ્લાસટીકની બોટલો, કાર્ડબોર્ડ બોક્સ, અથવા તો કપડાંના સ્ક્રેપ્સને ઉપયોગી અથવા સુશોભન વસ્તુઓમાં ફેરવીને નવું જીવન આપો.આગ વગરની રસોઈ, બર્ડ હાઉસ બનાવવું, વણાટ, સીવણ, ફેબ્િરક ક્રાફ્ટ. સ્થાનિક રમતો: બેડિમન્ટન, ખો-ખો, ટગ ઓફ વોર, મ્યુજિકલ ચેર,ઇન્ડોર ગેમ્સ: ચેસ,કેરમ,લુડો,સ્કિપંગ,ડમ્બ ચારેડ્સ, બલૂન અથવા બોલ ગેમ્સ,વગેરે.રોક પેઇન્િટંગ, ક્લે મોડેિલંગ, કચરોમાંથી શ્રેષ્ઠ, પેપર ક્રાફ્ટ, જંક સ્કલ્પચર,પપેટ અને પપેટ િથયેટર મેિકંગ (સ્ટીક પપેટ)
આ લર્નિંગ સમર કેમ્પમા બાળકોના સર્વાગી વિકસમા મહત્વપૂર્ણ ભુમિકા ભજવી છે. સમર કેમ્પના પૂર્ણહીતીના દિવસે જે બાળકો સારુ પ્રદર્શન કરે છે એમને SRF ફાઉન્ડેશન દ્વારા ઈનામ પણ આપવામા આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.