હિંમતનગરના નિકોડા ગામમાં બે વર્ષથી મસમોટા ખાડા વાળા રોડથી વાહનચાલકો પરેશાન
હિંમતનગરના તાલુકાના નિકોડા ગામથી સોનાસન વાયા નિકોડાથી લોકલ સ્ટેટ લેવલનો રોડ બે વર્ષથી ખખડધજ હાલતમાં છે તેમજ નિકોડા મહાકાળી મંદિરથી ચોક સુધીનો રોડ લોડિંગ વાહનોની વધુ અવર જવરથી તૂટીને ખરાબ થઈ ગયો છે.અડધા ફૂટ જેટલા મોટા ખાડા પડ્યા છે. જેની રજૂઆત બે વર્ષથી આરએન્ડબી વિભાગ ને કરાઇ છે પરંતુ વિભાગ દ્વારા કાચું મટેરિયલ નાંખીને ગાડુ ગબડાવાઈ રહ્યું છે.
ગયા ચોમાસામાં કાચું મટેરીયલ નાખેલુ અને તેના ઉપર વરસાદ પડતાં રસ્તો બંધ થઈ ગયો હતો અને એ કાદવને પંચાયત દ્વારા ખર્ચો પાડીને હટાવાયો હતો. તેમજ ગામ લોકો અને સ્થાનિક આગેવાનોની રજૂઆત બાદ ગત દીવાળી ઉપર રોડ બનાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું. પરંતુ બે વર્ષ જેટલો સમય વિતવા છતાં R&B દ્વારા ફક્ત જેસીબી મોકલીને કાચા રસ્તાનું લેવલિંગ કરીને જ સંતોષ માન્યો છે.
આ રોડ પ્રાંતિજ અને હિંમતનગર તાલુકાન બંને માટે મહત્વનો છે. જેમાં પ્રાંતિજ તાલુકામાં પડતા રોડનું પાકું સમારકામ તાજેતરમાં ડામરથી ગાબડા પૂરાયા છે. જ્યારે નિકોડા બાજુ કામ ન થતાં ગ્રામજનોએ આગામી સમયમાં જો વરસાદ થશે અને આવવા જવાનો રસ્તો બંધ થશે તો કાદવમાં વૃક્ષારોપણ તેમજ કમળ વાવી ઉગ્ર વિરોધની ચીમકી ઉચ્ચારી છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.