રાણપુર પાસે ચુડાથી નિકળી શ્રી લોયાધામ પદયાત્રા
રાણપુર પાસે ચુડાથી નિકળી શ્રી લોયાધામ પદયાત્રા
તારીખ 10 માર્ચ 2024 રવિવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા શ્રી મુકતમુનિ મહોત્સવ એવં શ્રી સદગુરૂ શતાબ્ધિ મહોત્સવ 2025 ઉપક્રમે પરમ પૂજ્ય ગુરૂવર્ય શ્રીઘનશ્યામપ્રકાશદાસજી સ્વામીના શુભ પ્રેરણા એવં આર્શિવાદ સહ ગામ ચુડાથી શાકોત્સવ પ્રાગટય ભૂમિ શ્રી લોયાધામ સુધી પદયાત્રાનુ દિવ્ય આયોજન થયુ હતુ.આ પદયાત્રા માં ચુડા,વસ્તડી,કોરડા,ચાસ્કા,કુંડલી તથા ધારપીપળા વગેરે ગામના લગભગ 100 જેટલા ભક્તજનોએ ભક્તિ ભાવથી જોડાઈ યાત્રાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.પૂજય અદભૂતવલ્લભ સ્વામી તથા પૂજય આધાર વલ્લભ સ્વામીના માર્ગદર્શન હેઠળ તથા ભજન-કિર્તન કથા-વાર્તા,રાસ સાથે હરિભક્તોએ આ પદપાત્રામાં ખૂબજ આનંદ તથા ધન્યતા અનુભવી હતી.પૂજ્યપાદ ગુરુજીએ ઓનલાઇનના માધ્યમે ભક્તજનોને આર્શિવચન પાઠવતા જણાવ્યુ કે ભગવાન અને ભગવાનના ભક્તોનો રાજીપો એજ આ પદયાત્રાનું અશ્વમેધ યજ્ઞ રૂપી ફળ છે.જે સર્વે પદયાત્રિકોએ આજે પ્રાપ્ત કર્યું.ત્યારબાદ આ પદયાત્રા શ્રી લોયાધામમાં બાલુડા ઘનશ્યામ મહારાજના દિવ્ય દર્શન અને રાજભોગ આરતી તથા પ્રભુપ્રસાદ સહ પૂર્ણ થઇ હતી.
અહેવાલ કનુભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.