રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ. - At This Time

રાજકોટ કલેક્ટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યકક્ષાના મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ.


રાજકોટ શહેર તા.૩૦/૮/૨૦૨૨ ના રોજ રાજકોટ કલેકટર કચેરી ખાતે કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ અને ઉર્જા વિભાગને લગતાં પ્રશ્નોનું નિરાકરણ લાવવા સમીક્ષા બેઠક યોજાઈ હતી. પ્રજાના દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા સરકાર હંમેશા તેમનાં માટે ખડેપગે કાર્યરત છે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં મંત્રીશ્રી મુકેશ પટેલ દ્વારા આ બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, અગ્રણીશ્રીઓ દ્વારા કૃષિ અને ઉર્જાને લગતાં પ્રશ્નોને સાંભળ્યા હતા અને સંબંધિત વિભાગના અધિકારીઓને ત્વરિત ઉકેલ લાવવા તાકીદ કરી હતી. મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વીજ ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતે સોલાર રૂફટોપ યોજનામાં નોંધપાત્ર ખેડાણ કર્યું છે. આ સાથે ‘વન ડે-વન ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ હેઠળ સરકાર પ્રજાના દ્વારે આવી છે તેથી જનતાની સમસ્યાઓને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવાના અમારા નક્કર પ્રયાસો રહેશે. આ સાથે PGVCL ના એમ.ડી.શ્રી.વરુણ કુમાર બરનવાલએ સબ સ્ટેશનો, ડિવિઝન કચેરીઓ, ફિડરો, જમીન સંપાદન અને ટેક્નિકલ પ્રશ્નોને લગતી સમસ્યાઓને નિવારવા માટે ઝડપી કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું. તેમજ વીજપુરવઠાને લઈને સ્થાનિક લેવલના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુએ PGVCL ના અધિકારીઓને તલસ્પર્શી સૂચનો આપ્યા હતા. બેઠકના પ્રારંભમાં કલેક્ટરશ્રી અરૂણ મહેશ બાબુ અને જીલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા મંત્રીશ્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કર્યું હતું. આ વેળાએ મંત્રીશ્રીએ કલેકટરશ્રીની કામગીરીની પ્રસંશા કરી હતી તેમજ ચોમાસા દરમિયાન ગુજરાતભરની વીજ કચેરીઓ અને કર્મચારીઓની નોંધપાત્ર કામગીરીની નોંધ લીધી હતી. આ બેઠકમાં ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ તેમજ લાખાભાઈ સાગઠીયા, અગ્રણીશ્રી મનસુખભાઈ ખાચરીયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન ઠકકર, PGVCL ના જોઇન્ટ એમ.ડી. પ્રીતિ શર્મા, GETCO ના એડી.ચીફ એન્જિનિયરશ્રી વામજા, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, બિલ્ડર્સ, ઇન્ડસ્ટ્રી તેમજ સંબંધિત વિવિધ એસોસિએશનના પ્રમુખો તેમજ GETCO અને PGVCL ના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.