ભાભર ખાતે પારાયણ કથાનું ધાર્મિક આયોજન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3xxqbld8lc6dnv51/" left="-10"]

ભાભર ખાતે પારાયણ કથાનું ધાર્મિક આયોજન


ભાભર નગર ધાર્મિક ઉત્સવો અને દાન પુણ્ય સાથે સેવા ભાવના ધરાવતું નગર છે તેથી ભાભરને ધર્મનગરી કહેવુંતે યોગ્ય ગણાય છે. આજરોજ ભાદરવા મહિનાની શરૂઆત થતા ભાભર નગરજનો દ્વારા શ્રીમદ ભાગવત દશમ સ્કંધ પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કથા પ્રારંભ પહેલાં પોથી યાત્રા નગરના વિસ્તારમાં યાત્રા યોજવામાં આવી હતી, જેમાં હરિભક્તો મોટી સંખ્યામાં જોડાઈને આનંદ ઉત્સવ સાથે રાસ ગરબા અને ધુન યોજાઈ હતી. પાંચ દિવસ સુધી ભાભર વાવ રોડ થરપારકર લોહાણા મહાજન વાડી ખાતે કોટેશ્વર ગુરુકુળ ધામના શ્રી શાસ્ત્રી સ્વામી રામકૃષ્ણદાસજી કથાનું રસપાન કરાવશે. અને કાર્યક્રમનું સભા સંચાલન શ્રી શાસ્ત્રી સ્વામી નારાયણદાસ મુનિદાસજી સંભાળશે અને કથા દરમિયાન મહાસંતો દર્શનનો લાભ આપશે.
કથાનો પ્રારંભ તા.૨૮/૦૮/૨૦૨૨ ગુરૂવારના રોજ રાત્રે ૮:૩૦ થી ૧૧ વાગ્યા સુધી થી તારીખ ૦૧/૯/૨૦૨૨ ના રોજ કથા વિરામ નો રાખવામાં આવ્યો છે આમ ધર્મપ્રેમી જનતા ને ઘર આગળ યોજાતા પવિત્ર ધાર્મિક પ્રસંગ નો અનેરો લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

અહેવાલ - પ્રવિણસિંહ રાઠોડ ભાભર બનાસકાંઠા 9913475787


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]