મનહરપુરમાં સમાધાન કરવા બોલાવી પુત્રવધુ પર સાસુ-સસરાનો હુમલો - At This Time

મનહરપુરમાં સમાધાન કરવા બોલાવી પુત્રવધુ પર સાસુ-સસરાનો હુમલો


મનહરપુર-1માં રિસામણે રહેલી પુત્રવધુને તેડવા ગયેલા વેવાણ અને વેવાઈ પક્ષ વચ્ચે બોલાચાલી થયા બાદ ઝગડો થતાં સામસામી મારામારી કરવામાં આવતા સાસુ અને પુત્રવધુને ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
પ્રાપ્ત વિગત મુજબ, રેલનગરના સંતોષીનગરમાં સાસરુ ધરાવતી અને હાલ મનહરપુર-1માં પિતાના ઘરે એક મહિનાથી રિસામણે આવેલી મીતલ નયનભાઈ વાડોદરીયા (ઉ.વ.22) નામની કોળી નવોઢા ગઈસાંજે આઠેક વાગ્યે પિતાના ઘરે હતી ત્યારે સાસુ ગીતાબેન, સસરા મહેશભાઈ વાડોદરીયા સહિતના કૌટુંબીજનો સમાધાન માટે ગયા હતાં. વાતચિત દરમિયાન બંને પક્ષ વચ્ચે બોલાચાલી થતાં મામલો ઉગ્ર બન્યો હતો અને સામસામી ઝપાઝપીમાં પુત્રવધુ મિતલને ઈજા થતાં સિવિલમાં ખસેડવામાં આવી હતી.
સામાપક્ષે રેલનગર સરદાર પટેલ સોસાયટીમાં રહેતાં સાસુ ગીતાબેન મહેનશભાઈ વાડોદરીયા (ઉ.વ.46)ના પણ પોતાને વેવાઈ રસિકભાઈ, વેવાણ નર્મદાબેન ઉર્ફે કિરણબેને ઢીકાપાટુનો મારમાર્યો હોવાની રાવ સાથે સિવિલમાં દાખલ થયા હતાં. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.