વેરાવળના બ્રેઇન ડેડ હાર્દિકાબેન માંકડનુ ઓરગન ડોનેશન
વેરાવળના બ્રેઇન ડેડ હાર્દિકાબેન માંકડનુ ઓરગન ડોનેશન
મેરેન્ગો CIMS હોસ્પિટલ અમદાવાદ માટે ટ્રાન્સફોર્મિંગ અને એપિક ડે.
એક જ હોસ્પિટલમાં એક જ દિવસમાં એક અંગ દાતા 4 દર્દીઓને જીવનદાન આપે છે.
ગુજરાતના *વેરાવળની 47 વર્ષીય મહિલા હાર્દિકાબેન ધવલભાઇ માંકડ* ને બ્રેઈન સ્ટ્રોક થયો હતો અને ત્યારબાદ બ્રેઈન હેમરેજ થયું હતું જેના માટે દર્દીને CIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર બાદ પણ તે સ્વસ્થ ન થતાં તેને બ્રેઈન ડેડ જાહેર કરવામાં આવી હતી.
ન્યુરોસર્જન ડૉ. સંદીપ શાહ અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર સુનિલ અગ્રવાલે અંગ દાન માટે સંબંધીને કાઉન્સેલિંગ કર્યું, જેના માટે તેઓ અંગ દાન માટે સંમત થયા.
CIMS હોસ્પિટલમાં 4 દર્દીઓમાં એક હૃદય, એક લિવર અને 2 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
પશ્ચિમ ભારતમાં આ એક રેકોર્ડ હશે જ્યાં એક જ હોસ્પિટલમાં એક બ્રેઈન ડેડ પેટીન્ટમાંથી મેળવેલા અંગોમાંથી એક જ દિવસમાં 4 અલગ-અલગ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
2 આંખોનું પણ દાન કરવામાં આવ્યું હતું.
સુરતની 45 વર્ષની મહિલામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
47 વર્ષના પુરુષ દર્દીમાં લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાયું અને 2 દર્દીઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઈ
4 દર્દીઓને જીવનદાન આપવા બદલ ઓર્ગન ડોનર અને તેમના પરિવાર, સોટ્ટો ગુજરાતનો આભાર..
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.