વિરમગામમાં હાર્દિક પટેલના વિરૂદ્ધ લાગ્યા ઠેર-ઠેર પોસ્ટર - At This Time

વિરમગામમાં હાર્દિક પટેલના વિરૂદ્ધ લાગ્યા ઠેર-ઠેર પોસ્ટર


વિરમગામમાં મતદાનની છેલ્લી ઘડીએ હાર્દિક પટેલ સામે ઉગ્ર વિરોધ થતાં રાજકારણ ગરમાયું છે. પાટીદાર આંદોલનનો મુદ્દો ફરી ઉછળતાં વિરમગામમાં છેલ્લી ઘડીએ થયું એવું કે હાર્દિક પટેલનું વધ્યું ટેન્શન વધી ગયુ છે.

આવતીકાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાનું મતદાનમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની 93 બેઠક પર ચૂંટણી યોજાવાની છે. હવે મતદાનને ગણતરીની કલાકો જ બાકી છે ત્યારે હાર્દિક પટેલની વિરુદ્ધમાં વિરમગામમાં ઠેર-ઠેર પોસ્ટરો લગાતા ફરી રાજકારણ ગરમાયુ છે. ભાજપે વિરમગામ વિધાનસભાની બેઠક પરથી હાર્દિક પટેલ ઉમેદવાર જાહેર કર્યો છે ત્યારે આ બેઠક પર મોટા પાયે વિરોધ જોવા મળ્યો છે. બીજા તબક્કાના મતદાન પહેલા વિરમગામમાં ફરી પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો ઉછળતા રાજકારણ ગરમાયું છે.

વિરમગામમાં લાગ્યા હાર્દિક પટેલની વિરુદ્ધના પોસ્ટરો

બીજા તબક્કાના મતદાનને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે વિરમગામમાં હાર્દિક પટેલની વિરુદ્ધમાં ઠેર-ઠેર પોસ્ટરો લગેલા જોવા મળ્યાં. મતદાનની આખરી ઘડીએ પાટીદાર અનામત આંદોલન સમિતિના નામે ઠેર-ઠેર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. પોસ્ટરોમા લખ્યુ છે ‘જે લોહીનો ન થાય તે કોઈનો ન થાય’, ‘જે હાર્દિક સમાજનો ન થયો એ શું વિરમગામનો થશે ખરો? ‘શહીદોને ન્યાય નહીં ત્યાં સુધી હાર્દિકને વોટ નહીં’, ‘ટિકિટ માટે સમાજનો સોદો કરનારને વોટ નહીં’, જેવા લખાણવાળા પોસ્ટરો વિરમગામમાં લગાવવામાં આવ્યા છે. મતદાનના એક દિવસ પહેલા વિરમગામમાં આવા પોસ્ટરો લગાવવામાં આવતા રાજકારણ ગરમાયું છે.

ભાજપે પાટીદાર અનામત આંદોનના નેતા હાર્દિક પટેલને ટિકિટ આપી છે, જ્યારે કોંગ્રેસે લાખાભાઈ ભરવાડને રિપીટ કર્યા છે. અને આમ આદમી પાર્ટીએ અમરીશ ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. હાર્દિક પટેલનું નામ જાહેર થયા બાદ તે મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. તેણે તેમના મત વિસ્તારમાં ઠેર-ઠેર સભાઓ ગજવી હતી. આ સાથે હાર્દિક પટેલના ચૂંટણી પ્રચાર કરવા માટે ભાજપના દિગ્ગજો મેદાનમાં ઉતર્યા હતા. . કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા હાર્દિક પટેલને વિરમગામ વિધાનસભાના લોકો સ્વીકારે છે કે નહીં તે તો આવતી 8 તારીખે જાણવા મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon