ગુજરાત ATS ની ટીમે વડોદરા જીલ્લાના સીંધરોટ ગામના મેફેડ્રોન સીઝર કેસમાં વધુ 1.770 કિ.ગ્રા. મેફેડ્રોનનો જથ્થો ઝડપ્યો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/t39nvzfdlweuhile/" left="-10"]

ગુજરાત ATS ની ટીમે વડોદરા જીલ્લાના સીંધરોટ ગામના મેફેડ્રોન સીઝર કેસમાં વધુ 1.770 કિ.ગ્રા. મેફેડ્રોનનો જથ્થો ઝડપ્યો.


ગુજરાત એ.ટી.એસ.ના અધિકારીઓની ટીમે ગત તારીખ 29/11/2022 ની મોડી રાત્રે વડોદરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તાર ખાતેથી અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ જેટલા ઈસમોને પકડી પાડેલ તેમજ વડોદરા ગ્રામ્યના સીંધરોટ ગામ ખાતે રેડ કરી એક મેન્યુફેક્ચરિંગ યુનિટ/ફેક્ટરી શોધી કાઢી હતી જેમાં ૬૩ કિલો ૬૧૩ ગ્રામ તૈયાર મેફેડ્રોન તથા ૮૦ કિલો ૨૬૦ ગ્રામ મેફેડ્રોન બનાવવા માટે તૈયાર કરેલ લીકવીડ જે કુલ અંદાજિત કિંમત રૂ.૪,૭૮,૬૫, ૦૦, ૦૦૦/- નો મુદ્દામાલ તથા મેફેડ્રોન બનાવવા માટે ઉપયોગમા લીધેલ મશીનરી કબ્જે કરેલ,

આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ પૈકી ભરતભાઇ ભીમાભાઇ ચાવડાની પૂછપરછ દરમ્યાન જાણવા મળેલ કે, તેણે તેના પુત્ર હર્ષ ચાવડા મારફતે મેફેડ્રોન ભરેલી એક થેલી તેના સાગરિત અશોક જીવણલાલ પટેલનાને આપેલ. અશોક પટેલે આ થેલી સમતા ચાર રસ્તા પાસે, સુભાનપુરા, વડોદરા શહેર ખાતે સંતાડેલ હતી, જે જગ્યા ખાતે ગુજરાત એ.ટી.એસ. તેમજ એસ.ઓ.જી. વડોદરા રૂરલની સંયુક્ત ટીમે તા. ૦૩/ ૧૨/૨૦૨૨ના રોજ સર્ચ હાથ ધરતા આ થેલી મળી આવેલ જે થેલીમાંથી બે પ્લાસ્ટીકની થેલીઓમાં ભરેલ 1.770 કિ.ગ્રા. મેફેડ્રોન, અંદાજિત કિંમત રૂ. 8.85 કરોડનો મળી આવેલ છે જે કબ્જે કરેલ મેફેડ્રોન નો જથ્થો આ ગુન્હામાં પકડાયેલ આરોપીઓ એ સીંધરોટ ગામની સીમમાં બનાવેલ ફેકટરીમાં બનાવેલ હતો જે તપાસ અર્થે કબ્જે કરેલ છે અને આરોપી અશોક પટેલ ની અટક કરી આગળની કાર્યવાહી હાથ
ધરવામાં આવેલ છે.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]