રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
ઓવરટેક કરવો,રોંગ સાઈડ ડ્રાઈવીંગ,ખોટી રીતે પાર્કિંગ કરવું,ઓવરસ્પીડથી વાહન ચલાવવુ સહિત ટ્રાફીક ના નિયમોની સમજ આપી.
ગોસા(ઘેડ )તા.૦૧/૦૨/૨૦૨૫
પોરબંદર ટ્રાફીક પોલીસ દ્વારા માર્ગ સલામતી માસ ઉજવણી અંતર્ગત રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો
પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજા સાહેબના ઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પરવાહ (CARE) રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન-૨૦૨૫ અંતર્ગત આજ રોજ રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ.
જેમાં વાહનચાલકો તથા રાહદારીઓને અકસ્માતો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ, જોખમી રીતે ઓવરટેક કરવો,રોંગ સાઈડ ડ્રાઈવીંગ,ખોટી રીતે પાર્કિંગ કરવું,ઓવરસ્પીડથી વાહન ચલાવવુ,બે વાહન વચ્ચે અંતર ન રાખવું, થાકેલી કે ઉંઘની સ્થિતિમાં વાહન ચલાવવાથી થતાં હોવાની જાણકારી આપવામાં આવેલ હતી. ત્યારબાદ વાહન અકસ્માતમાં માથા,મગજ અને ગળાની ઈજાથી થતા મૃત્યુથી બચવા માટે ટુ વ્હિલર ચાલકે હેલ્મેટ અવશ્ય પહેરવો જોઈએ, કાર ચલાવતી વખતે સીટ બેલ્ટનો ઉપયોગ કરેલ હશે તો અકસ્માત સમયે માથા,છાતી અને બીજા શારીરિક અંગોને થતી સંભવિત ઈજાઓની તીવ્રતા ઘટાડી શકાય છે.
ચાલુ વાહને મોબાઈલ ફોનના ઉપયોગથી માર્ગ પર ધ્યાન ભંગ થાય છે. અને ડ્રાયવીંગ જજમેન્ટને અસર પહોંચે છે જેને કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે, ઓવર સ્પીડ ડ્રાયવીંગ અનેક અકસ્માત તથા મૃત્યુના કારણ બને છે. ઓવરસ્પીડ વાહન ચલાવતી વખતે વાહન પર કાબૂ કરવો મુશ્કેલ થઈ જાય છે.
અચાનક બ્રેક મારવાની જરૂર પડે તો સ્લીપ થવાની શક્યતા વધી જાય છે વિગેરે ટ્રાફિક નિયમોની વિસ્તૃત માહિતી આપેલ બાદ ટ્રાફિક નિયમો લખેલી પત્રિકાનુ વિતરણ કરવામાં આવેલ હતું.
આ કામગીરીમાં ટ્રાફિક પી.એસ.આઈ.કે.બી.ચૌહાણ,એ.એસ.આઈ.બી.કે.ઝાલા,પો.કોન્સ.સંજયભાઈ દુર્ગાઈ તથા ટીઆરબી જવાનો જોડાયા હતા.
રિપોર્ટર:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
