રાજકોટ બસ દુર્ઘટનાના મૃતકોના પરિવારજનોને ૧૫ લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને ૨ લાખની સહાય.
રાજકોટ શહેર તા.૧૬/૪/૨૦૨૫ ના રોજ રાજકોટમાં આજે તા.૧૬-૪-૨૦૨૫ના રોજ સવારે ૯:૫૧ વાગ્યે ઇન્દીરા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ ખાતે સિટી બસ નંબર GJ-03 BZ 0048 થી જે દુર્ઘટના બની છે તેમાં ૪ લોકોના મૃત્યુ નીપજેલ છે, જેમાં મૃતકોમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા, ઉંમર વર્ષ-૩૫, (૨) સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, ઉંમર વર્ષ-૪૦, (૩) બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ-૨૫, (૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, ઉંમર વર્ષ-૫૬ નો સમાવેશ થાય છે. જયારે ૪ લોકોને ઈજા પહોંચી છે. જેમાં (૧) વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-૨૮, (૨) સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-૪૨, (૩) સાનિયાબેન અજયભાઈ રાજબર, ઉંમર વર્ષ-૧૭ અને (૪) વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-૦૭ નો સમાવેશ થાય છે. આ દુર્ધટનાને અત્યંત આઘાતજનક ગણાવતા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડે. મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ જણાવ્યું હતું કે, આ કરુણ ઘટનામાં ઉદાહરણરૂપ કડક કાર્યવાહી કરવામાં આવશે. અકસ્માત સર્જનાર બસના ડ્રાઈવર શિશુપાલસિંહ રાણાને તાત્કાલિક અસરથી ટર્મિનેટ કરવામાં આવેલ છે તેમજ યોગ્ય તપાસ બાદ સિટી બસ ઓપરેશન સાથે સંકળાયેલ વિશ્વમ એજન્સી સામે પણ આકરા પગલાં લેવામાં આવશે. વિશેષમાં મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનીષભાઈ રાડિયાએ વધુમાં કહ્યું હતું કે, મૃતકોના પરિવારજનોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ૧૫ લાખ રૂપિયાની સહાય તેમજ ઈજાગ્રસ્તોને ૨ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવેલ છે. સાથો-સાથ 3rd પાર્ટી ઇન્સ્યોરન્સની રકમ પણ મળવાપાત્ર થશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
