નેત્રંગ : અધિક નિવાસી કલેકટરે ટાઉનના વિવિધ મતદાન મથકોની સુવિધાઓ અંગે સ્થળ નિરીક્ષણ કર્યું. - At This Time

નેત્રંગ : અધિક નિવાસી કલેકટરે ટાઉનના વિવિધ મતદાન મથકોની સુવિધાઓ અંગે સ્થળ નિરીક્ષણ કર્યું.


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ
તા.૨૪/૦૩/૨૦૨૪

ભારતના ચૂંટણીપંચ, નવી દિલ્હી દ્વારા તા.૧૬/૦૩/૨૦૨૪થી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં મતદાનની તા.૦૭/૦૫/૨૦૨૪ તેમજ મતગણતરી તા.૦૪/૦૬/૨૦૨૪ના રોજ નકકી કરવામાં આવેલ છે.

ત્યારે ભરૂચ લોકસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૪ને લઈને નેત્રંગ ખાતે નિવાસી અધિક કલેકટર એન.આર.ધાંધલ દ્વારા ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા, લાલ મંટોડી ખાતે આવેલ પ્રાથમિક શાળા અને અંકલેશ્વર રોડ પર આવેલ શ્રીમતી એમ.એમ.ભક્ત ખાતે આવેલા વિવિધ મતદાન મથકો ખાતે મતદારોને વિવિધ સુવિધાઓ જેવી કે પીવાના પાણીની સગવડ, ફર્નિચર, દિવ્યાંગો માટે રેમ્પ, સેડ તેમજ લાઈટ જેવી સુવિધાઓનું નિરીક્ષણ કરવમાં આવ્યું હતું. જેમાં નેત્રંગ મામલતદાર રીતેશભાઈ કોંકણી પણ જોડાયા હતા અને વિવિધ મતદાન મથકોની સુવિધાઓ અંગે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.