આણંદ આર્ટ્સ કોલેજનાં મનોવિજ્ઞાન વિભાગમાં ગાયત્રીબેન આંબલિયાનું વ્યાખ્યાન યોજાયું. - At This Time

આણંદ આર્ટ્સ કોલેજનાં મનોવિજ્ઞાન વિભાગમાં ગાયત્રીબેન આંબલિયાનું વ્યાખ્યાન યોજાયું.


શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત, આણંદ આર્ટ્સ કોલેજના મનોવિજ્ઞાન વિભાગમાં કોલેજના આચાર્યશ્રી ડો. મનોજભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તા. 5 ફેબ્રુઆરી, 2024 ને સોમવારના રોજ સ્પેશિયલ એજ્યુંકેટર ગાયત્રીબેન આંબલીયાનું વ્યાખ્યાન Management Theory Z પર યોજાયું હતું. તેમણે આ સિદ્ધાંત જગતમાં ચર્ચાસ્પદ બન્યો તેનું કારણ કર્મચારીઓમાં સ્વ શિસ્ત, સ્વ પ્રેરિત વર્તન, સ્વ મૂલ્યાંકન, સેલ્ફ કંટ્રોલ વગેરે જેવાં પરીબળો મહત્વના ગણ્યા. આ વિષય સંગઠનમાં તાદાતમ્ય ભાવનો વધારો ચૂચવે છે તેમ જણાવતાં જાપાનના સંગઠનમાં જોડાયેલા કર્મચારીઓમાં પોતિકા પણું, નિષ્ઠા, વફાદારી, નિયમિતતા, કાર્ય સંતોષ, વ્યવસાય સામેલગીરી, નીતિમત્તા, સ્વયં શિસ્ત, સામાજિકતા વગેરે જેવા મનોવિજ્ઞાનિક ભાવો ઉચ્ચ જોવા મળે છે તેવું જણાવ્યું હતું. આ સાથે ભારતીય સંગઠનોમાં પણ આ જ પ્રકારનો મનોભાવ ડેવલોપ કરવા માટે યુવા મનોવૈજ્ઞાનિકોએ પરિશ્રમ કરવો પડશે, તેવું કહેતા વ્યાખ્યાનની તક બદલ સંસ્થા પરિવારનો આભાર માન્યો હતો. કોલેજના આચાર્યશ્રી ડૉ.મનોજભાઇ પટેલે કાર્યક્ર્મ અંગે રાજીપો વ્યક્ત કરતાં, ભારતીય સંસ્થાઓ અને ઉદ્યોગોમાં આવું વાતાવરણ રચવામાં આવે તો વિકસિત ભારતનું નિર્માણ ઝડપથી શક્ય બનશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિભાગનાં વિદ્યાર્થીની નેહા સુથાર કર્યું હતું. પ્રાર્થના ઝયનબે કરી હતી. આભારવિધિ અસદ દ્વાર કરવામાં આવી. ટેકનિકલ સંચાલન વિદ્યાર્થી અપૂર્વ ઠક્કરે નિભાવ્યું હતું. મનોવિજ્ઞાન વિભાગનાં પ્રા.ડૉ.જીતુભાઈ ખાણીયા અને પ્રા.ડૉ.શ્રદ્ધાબેન બુટાણીની દેખરેખ હેઠળ આ કાર્યક્રમ થયો હતો.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.