*સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢના નાગરિકોએ ગુજરાતી હોવા છતાં સુપ્રસિદ્ધ કથાકાર કિશોરી સીવી દીક્ષિતની હિન્દીમાં પ્રસ્તુત કથાનો રસ પ્રચુરતાથી લાભ લીધો* - At This Time

*સુરેન્દ્રનગર જિલ્લા થાનગઢના નાગરિકોએ ગુજરાતી હોવા છતાં સુપ્રસિદ્ધ કથાકાર કિશોરી સીવી દીક્ષિતની હિન્દીમાં પ્રસ્તુત કથાનો રસ પ્રચુરતાથી લાભ લીધો*


◼️ શ્રીમદ્ ભાગવત હિંદુ ધર્મનાં અઢાર પુરાણો પૈકીનું એક છે, જેને ક્યારેક ભાગવત્ પુરાણ, ભાગવત્ મહાપુરાણ કે ફક્ત ભાગવત તરિકે પણ ઓળખવામાં આવે છે. ભાગવતમાં મૂળભુત રીતે ભક્તિ યોગ પર ભાર મુકવામાં આવ્યો છે અને તેમાં કૃષ્ણને પરમેશ્વર અને સ્વયં ભગવાન (મૂળ પુરુષ) તરિકે નિરૂપવામાં આવ્યાં છે. ભાગવતનું આલેખન ઋષી ગણની સભામાં સુત ગોસ્વામી દ્વારા કહેવામાં આવતી કથાનાં રૂપમાં કરવામાં આવ્યું છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ મુકામે વાસુકી દાદા ના મંદિરે શું પ્રસિદ્ધ કથાકાર 19 વર્ષીય કિશોરી શિવી દીક્ષિત દ્વારા જ્યારે હિન્દીમાં પ્રસ્તુત થઈ તે અલૌકિક કથા શ્રવણ પ્રોગ્રામ નીકળવામાં આવ્યો. સ્વાધ્યાય કથાથી પ્રારંભ કરેલ કિશોરી શિવી દીક્ષિતે હિન્દીમાં યુપી રાજસ્થાન એમપી એવા અનેક રાજ્યોમાં જુદી જુદી સંસ્કૃતિઓને માણતા કથાઓ સંભળાવી છે જ્યારે વાસુકી દાદા ની કૃપાથી થાનગઢમાં ગુજરાતમાં પ્રથમ વખત હિન્દીમાં તથા શ્રવણનો કાર્યક્રમ શ્રદ્ધા ભક્તિથી ઉત્સાહભેર સંપન્ન થયો ત્યારે અત્યાર સુધીમાં અનેક રાજ્યોમાં કિશોરી શિવી દીક્ષિત ની કથાઓ થઈ શકી છે આગામી દિવસોમાં બિહાર છત્તીસગઢ લલિતપુર વગેરે સ્થળોએ પણ કથા મના આયોજનનો છે એમ જણાવતા કિશોરી સીવી દીક્ષિતે ગુજરાતમાં કથા કરતા એમને ખૂબ જ સારો અનુભવ અનુભવ્યો જ્યારે ગુજરાતી શ્રોતાઓએ હિન્દીમાં કથાઓ સાંભળી અને સાંભળવા માટે ઘોડાપૂર ભક્તો ઉમટીયા તે જાણીને સાચે જ આનંદ થયો. આયોજકો આ કથા ને ઐતિહાસિક અને અભિસરણનીય ગણાવે છે "ન ભૂતો ન ભવિષ્યતિ" પ્રમાણે આવી કથા થઈ નથી અને થશે નહીં એવું આયોજન માનવું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image