રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે બોટાદ કલેક્ટર કચેરી દ્વારા પોસ્ટર ડિઝાઇન કોમ્પિટિશનમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળની ધોરણ 11 કોમર્સની વિદ્યાર્થીનીએ જિલ્લા લેવલે દ્વિતીય નંબર પ્રાપ્ત કરી જિલ્લા કલેકટર દ્વારા પ્રમાણપત્ર અને 1000 રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો
રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે બોટાદ કલેક્ટર કચેરી દ્વારા પોસ્ટર ડિઝાઇન કોમ્પિટિશનનું આયોજન કરેલ તેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સ્માર્ટ વિભાગમાં ઘો.11 કોમર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની રોજસરા કમિક્ષા જગદીશભાઈએ જિલ્લા લેવલે દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ અને તેમને બોટાદ જિલ્લાના કલેકટર જેન્સી રોય દ્વારા પ્રમાણપત્ર અને 1000 રૂપિયાનો ચેક એનાયત કરાયેલ .
આ સિદ્ધિને સંસ્થાના વડા માધવ સ્વામી,સ્માર્ટ વિભાગના સંચાલક રવિરાજસર, શાળાના આચાર્ય મેહતાસર તથા સમગ્ર સ્માર્ટ વિભાગની ટીમએ રોજસરા કમિક્ષાબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
