પ્રથમ કમોસમી વરસાદમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો..... - At This Time

પ્રથમ કમોસમી વરસાદમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો…..


રાજુલાના રાભડા ગામથી બીલડી ગામના રસ્તા ઉપર રામ તલીયા નદી ઉપર ક્રાજ વે બનાવ્યાના હજી ૮ મહિના નથી થયા ટુટી ગયો

રાજુલામાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે અને ખેતી પાકને નુકસાન થઈ રહ્યું છે પરંતુ પ્રથમ કમોસમી વરસાદમાં જ તે તંત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લો થયો હતો

જાણવા મળતી વિગત મુજબ રાજુલા તાલુકાના રાબડા ગામ થી બિલડી ગામના રસ્તા ઉપર આવેલ રામ તળિયા નદી ઉપર કોઝવે બનાવવામાં આવ્યો હતો આ કોઝવે અંદાજિત પાચક લાખ રૂપિયાના ખર્ચે 8 મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો પરંતુ બે દિવસ સુધી પડેલા વરસાદ બાદ આ કોઝવે માપ ફૂટ ફૂટના ખાડા પડી ગયા છે અને બસ મોટો ભુવો પડતા આ કોઝવેનના કામમાં ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો હતો અને પ્રથમ વરસાદમાં જ હજી તૂટી જતા ગ્રામજનોમાં રોશની લાગણી કરી હતી અને આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું હતું કે આ રાબડા કોઝવે નું કામ ગ્રામ પંચાયતના સત્તાધિશો દ્વારા મળતીયાઓ દ્વારા બનાવવામાં આવ્યો છે અને આઠ મહિના પહેલા બનાવવામાં આવ્યો હતો આ ગામની જરૂરિયાત એવો આ કોજવે મહા મહેનતે મંજૂર થઈ અને બન્યો હતો પરંતુ તેમાં બેફામ ભ્રષ્ટાચાર કરતા આજે તૂટી જવા પામ્યો છે ત્યારે જવાબદારો સામે કડક હાથે કાર્યવાહી કરવા માટે માંગણી ઉઠવા પામી છે

રીપોર્ટ દુષ્યંત ભટ્ટ રાજુલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.