ગંદકીના ડુંગરા બન્યા , સવાલ છે કોણ કરી રહ્યું છે ગંદકી ઊંઝાના સુરપુરા બસસ્ટેન્ડની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળ્યા અને બાજુમાં જ પ્રાથમિક શાળા હોવાથી ચોમાસામાં રોગચાળો ફેલાવવાની શક્યતાઓ આવતાજતા લોકોને ગંદકીથી ચાલવામાં પણ મોટી સમસ્યા - At This Time

ગંદકીના ડુંગરા બન્યા , સવાલ છે કોણ કરી રહ્યું છે ગંદકી ઊંઝાના સુરપુરા બસસ્ટેન્ડની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળ્યા અને બાજુમાં જ પ્રાથમિક શાળા હોવાથી ચોમાસામાં રોગચાળો ફેલાવવાની શક્યતાઓ આવતાજતા લોકોને ગંદકીથી ચાલવામાં પણ મોટી સમસ્યા


શુ સુરપુરા ગામમાં કચરા નિકાલ માટે કોઈ સુવિધાઓ નથી,કે પછી તંત્ર દ્વવારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.
ઊંઝાના સુરપુરા બસસ્ટેન્ડની આજુબાજુ ગંદકીના ઢગલા જોવા મળ્યા અને બાજુમાં જ પ્રાથમિક શાળા હોવાથી ચોમાસામાં રોગચાળો ફેલાવવાની શક્યતાઓ
આવતાજતા લોકોને ગંદકીમાં ચાલવા પર મજબુર બન્યા છે.
ઊંઝાના સુરપુરા ગામમાં પ્રવેશ કરતા જ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે જેના લીધે રોગચાળો અને દુર્ગંધ આવી રહી છે. આજુબાજુ વસવાટ કરતા લોકો તેમજ બાજુમાં આવેલ પ્રાથમિક શાળામાં જતા નાનાબાળકો પણ ગંદકીથી પરેશાન થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે આવી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને અને આજુબાજુ વસવાટ કરતા લોકોમાં રોગચાળો ફેલાઈ નહીં અને ગંદકી દૂર થાય એના માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વવારા અને પંચાયત દ્વવારા ગંદકી દૂર કરાવવામાં આવે એવી લોકોની માંગ ઉઠી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે બાજુમાં જ પ્રાથમિક શાળા આવેલી છે જેમાં નાના બાળકો ગંદકીના કારણે બીમાર થઇ શકે છે.તેમજ ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે.આ બાબતને ધ્યાનમાં તાત્કાલિક તંત્ર દ્વવારા ગંદકી દૂર કરાવી સાફસફાઈ કરવવામાં આવે એવી સ્થાનિકોની માંગ ઉઠી છે.
ગુજરાત સરકાર દ્વવારા સ્વછતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે.ત્યારે ક્યાંક ને ક્યાંક ઊંઝાના સુરપુરા જેવા ગામમાં ઠેરઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે.


9913842787
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.