ચાચકા થી છત્રીયાળા ના રોડ પર મેટલ પાથરી પેચીંગ ન કરવાથી કપચાથી લોકો ત્રાહિમામ - At This Time

ચાચકા થી છત્રીયાળા ના રોડ પર મેટલ પાથરી પેચીંગ ન કરવાથી કપચાથી લોકો ત્રાહિમામ


ચુડા તાલુકાના રસ્તા ના સમારકામ તેમજ અન્ય કામ અંગે નો નિર્ણય ધરાયેલ કામગીરી અન્વયે ચાચકા થી વાયા રામદેવગઢ થી છત્રીયાળા નો નિર્માણાધીન પામેલ રસ્તે મેટલ પાથરી ઉપર કાળી જીણી મેટલની કપચી નાંખી પેચીંગ કામ ન કરવાથી કાળા કપચા વાહન ના ટાયર કાપી નાખવાથી લોકો ના વાહન અધવચ્ચે અટકવાથી વાહન ચાલક ત્રાહિમામ પોકારી ગયેલ હોય રાણપુર બોટાદ ભાવનગર કે ધંધુકા બાજુ જવા માટે આજ રસ્તો હોવાથી લોકો આજ રસ્તો પસંદ કરે છે પરંતુ રસ્તે પસાર થતાજ ટાયર મા કપચા પેસી જવાથી ટાયર કપાઈ જવુ અથવા પંક્ચર પડીજવાથી
જેતે સ્થળે સમયસર પહોચવા ને બદલે મુશ્કેલી મા મુકાઈ જવાના બનાવ બનતા હોવાથી અને ગ્રામીણ રસ્તો હીવાથી વાહન રસ્તા પર છોડી અન્ય વ્યવસ્થા કરીને પંક્ચર કરાવા જવુ પડે અથવા બાજુપર વાહન રાખવાની જગ્યા નહિ હોવાથી (પાર્કિંગ) રોડ સાકડો હીવાથી અન્ય વાહન પસાર થવામા પારાવાર મુશ્કેલી પડતી હોવાથી લોકો મા પારાવાર રોષ જોવા મળતો હોવાથી જવાબદાર અધિકારીઓ રોડ પરનો ચિતાર મેળવી ઘટતુ કરી તમામ સમસ્યા નુ નિરાકરણ કરે એવી લોકોનિ માંગ છે
અહેવાલ : વખતસિંહ કાઠીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.