રાજકોટ ભગવતીપરામાં અસામાજીક તત્વોનો આતંક, ધાક-ધમકી આપી પત્રકાર પર જાન લેવા હુમલો.
રાજકોટ શહેર તા.૧૦/૪/૨૦૨૫ ના રોજ રાજકોટના ભગવતીપરા વિસ્તાર પોલીસની પહોંચ બહાર હોય તેવું લાગી રહ્યું છે.. ભગવતીપરા પોલીસ ચોકીમાં નોકરી કરવી તે પણ પોલીસ માટે નાકનો દમ હોય તેવું સાંભળવા મળે છે ત્યારે આજરોજ આપણા સૌના લોકલાડીલા અને વરિષ્ઠ પત્રકાર, યુવા પત્રકારોના આદર્શ સમાન અને શાંત સ્વભાવના પરેશભાઈ મુલિયા સાથે અણબનાવ સામે આવ્યો છે ત્યારે ચોક્કસ એટલું કહેવું પડે ભગવતીપરામાં મીડિયા કર્મીઓ પણ સુરક્ષિત નથી. વાત એમ છે કે જાણે આજરોજ સવારમાં આપણા લોકલાડીલા પત્રકાર અને યુવા ન્યુઝના તંત્રી પરેશભાઈ મુલિયા પોતાના ઘરે હતા અને ત્યારે તેમની શેરીમાં અને ગાલી ગલોચ અપ શબ્દો મોટેથી જાહેરમાં બોલતા કેટલાક લોકોનો અવાજ સંભળાયેલ અને તે જોવા માટે બહાર ગયેલ ત્યારે કેટલાક લોકોએ તેમને પણ હળધુંત કરી તેમની સાથે પણ અભદ્ર વર્તન કરેલ. મીડિયા કર્મી હોવાથી અમારી ફરજ ના ભાગરૂપે વિડીયો ઉતારું છું આવું પરેશભાઈ દ્વારા જણાવવામાં આવેલ. પરંતુ ફરીથી ધમકી મળતા તેમને ૧૦૦ નંબર પર ફોન કરી પોલીસની મદદ લીધેલી. આ દરમિયાન તેમનો મોબાઇલ અને તેમની બૂમ પણ આવારા તત્વો દ્વારા જટી લેવામાં આવતા હતા, જે પણ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. આ વરિષ્ઠ પત્રકાર સાથે આવું અભદ્ર વર્તન અને ઝપા-ઝપી થતા વણસતી પરિસ્થિતિને જોઈને અન્ય લોકો દ્વારા પણ વિડિયો ઉતારવાનો પ્રયત્ન કરેલ તેમને પણ ધમકી આપવામાં આવી હતી. પરેશભાઈ ના ઘરમાં ઘુસી તેમના પરિવારના સભ્યો સાથે પણ અશોભનીય વર્તન કરવામાં આવ્યું હતું. તેમનો મોબાઇલ પણ આચકી લેવા તેમની સાથે પણ ઝપા-ઝપી ના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. આતો અલગ અલગ બે ત્રણ કેમેરામાં વિડીયો શુટીંગ ચાલુ હોય એટલે બનાવની ખરાઈ વીડિયો કરી શકાય છે બાકી સામાન્ય વ્યક્તિ હોય તો એમની સાથે કેવું વર્તન થઈ શકે તેમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે. આ અંગે પત્રકાર જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પત્રકારોને બનાવની જાણ થતા પત્રકારો બી ડિવિઝન પહોંચ્યા હતા તથા લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટર રજૂઆત કરી રૂબરૂમાં અરજી આપવામાં આવી હતી. પોલીસે પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. હુમલો કરનાર લોકો પહોંચતા હોય ભીનુ સંકેલવાની પણ શંકા સેવાઈ રહી છે. હવે આગળ એ જોવાનું રહ્યું કે આગળ પોલીસ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
