લીલીયા મોટા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરાઈ.
લીલીયા મોટા ખાતે ડો.બાબા સાહેબ આંબેડકર ની 134 મી જન્મ જયંતિ ની ધામ ધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી લીલીયા મોટા બાબા સાહેબ આંબેડકર વોલ થી ભવ્ય રેલી નું આયોજન કરાયું હતું જે રેલી લીલીયા ની મુખ્ય બજારો મા જય ભીમ ના નાદ સાથે ફરી હતી લીલીયા જાણે ભીમ મય બની ગયું હતું ત્યાર બાદ સ્ટેશન રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા તથા લાઠી રોડ ખાતે આવેલ સરદાર વલભ ભાઈ પટેલ ની પ્રતિમાં ને ફુલહાર આ તકે કરવામાં આવેલ ત્યાર બાદ મુસ્લિમ સમાજ દ્વારા સરબત ની વ્યવસ્થા કરવામાં આવેલ અને ત્યારબાદ રેલી બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે સમગ્ર શહેર માં ફરી પરત આવેલ ત્યાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સામાજિક જાગૃતિ તથા પૅ બેક ટુ સોચાઈટી અને મુવમેન્ટ બાબતે મિટિંગ કરવામાં આવી લીલીયા તથા લીલીયા તાલુકા ના આગેવાનો યુવાનો વડીલો ભાઈઓ બહેનો મિશનરી ભાઈઓ બહેનો તેમજ રાજકીય આગેવાનો આ તકે હાજર રહેલ સમગ્ર કાર્યક્રમ ડો બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ લીલિયા તાલુકા દ્વારા યોજવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી મા જણાવેલ છે..
રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
