મણિનગર સ્વામિનારાયણ મંદિરમાં ઇન્ટરનેશનલ હ્યુમન રીસોર્સ અને કાઉન્સિલ દ્વારા ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા ની ઉપસ્થિતિમાં ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાઈ ગયો.
ગત તારીખ ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં રોજ મણિનગર શ્રી મુક્તજીવન સ્વામિનારાયણ મંદિર પરિસરમાં આવેલ સ્વામીબાપા સેવાશ્રમ હોલ ખાતે મણીનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન ના સંતો મહંતો ના આશીર્વાદ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રીસોર્સ અને કાઉન્સિલ બેનર હેઠળ મણિનગર માં ફાયર સેફ્ટી અવેરનેસ માટે ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતુ,
આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ મા.સાજીદખાન પઠાણ ને આમંત્રિત કરવામાં આવ્યા હતા જેઓ ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા રહી ચૂક્યા છે અને ભોપાલ B.M.C ના ફાયર ઓફીસર તરીકે પણ ફરજ બજાવેલ છે અને હાલ સમાજ વચ્ચે નિસ્વાર્થ ભાવે સેવાભાવ સાથે નવયુવાનો ને તાલીમ આપતા એવા મા.સાજીદખાન પઠાણ દ્વારા મણિનગરમાં પણ કાર્યક્રમમાં જોડાયેલ યવકો અને યુવતીઓ વડીલો ને ફાયર સેફ્ટી અંગે નું માર્ગદર્શન, સૂચનો સાથે તાલીમ આપવામાં આવી હતી,
આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ I.H.R.D.C નાં પ્રોજેકટર ડાયરેકટર H.P. PATEL સાહેબ અને I.H.R.D.C અમદાવાદ ડાયરેક્ટર એવા સિવિલ ડિફેન્સ ના નાગપુર ટ્રેન્ડ ટ્રેઈનર ગજેન્દ્રસિંહ બિહોલા આ કાર્યક્રમ માં ઉપસ્થિતિ રહ્યા હતા,
આ ફાયર સેફ્ટી અવેરનેસ તાલીમ ના કાર્યક્રમ આયોજન I.H.R.D.C ઇન્ડિયા અને સિવિલ ડિફેન્સ ના Q.R.T ઇન્ચાર્જ , ડેપ્યુટી ચીફ વોર્ડન દ્વારા કરવામાં આવેલ હતું અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરનાર દેશપ્રેમી એવા નાગરિક સંરક્ષણ દળ ના અધિકારીઓ,વોર્ડનો મેમ્બરો, રેસ્ક્યું ટીમ સાથે જોડાયેલ સાહસિક યુવકો, યુવતીઓ, વડીલો, પત્રકારો સ્થાનિક નાગરિકો જોડાયા હતા,
આ આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં અવનવી ફાયર ની ઘટના ના સમયે સુઝબુઝ સાથે આગ થી બચાવા કે બચાવ કામગીરી કરવાની જુદીજુદી ટેકનિક પ્રેક્ટિકલ રીત સાથે શીખવવામાં આવી હતી તેમજ આગ ની ઘટના સમયે સાવચેતી ના ભાગરૂપે ના શું કરવું અને શું ના કરવું તેની પણ સમાજ આપવામાં આવી હતી,
આ આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમમાં મા.સાજીદખાન પઠાણ દ્વારા અનેક પ્રકારના આગ ની ઘટના સમયના નાના પ્રેકટીકલ ડેમો પણ દર્શાવ્યા હતા તેમજ તેમની ઉપસ્થિતિમાં કાર્યક્રમ જોડાયેલ તમામ સાહસિક તાલીમાર્થી સભ્યો ને પણ ઘટના ના ડેમો કરાવ્યા હતા અને આ રીતે સિખવેલ માહિતી મુજબ સમાજલક્ષી કામગીરી અને મદદ કરી માહિતી હજારો લોકો સુઘી પહોચાડવાનો સંકલ્પ કરાવ્યો હતો અને આવનારા સમયમાં સમાજમાં વધુ ને વધુ જાગૃતિ અર્થે તમામ સાહસિકો પ્રયત્નશીલ રહેશે એવી આશા વ્યક્ત કરી કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરી હતી,
આ આ ફાયર સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ બાદ કાર્યક્રમમાં જોડાયેલ તમામ સાહસિકો ને ઇન્ડિયા લીમકા બુક ઓફ એવોર્ડ વિજેતા અને ભોપાલ B.M.C ના ફાયર ઓફીસર મા.સાજીદખાન પઠાણ અને I.H.R.D.C નાં પ્રોજેકટર ડાયરેકટર ગજેન્દ્રસિંહ બિહોલા ના હસ્તાક્ષર સાથે પ્રમાણપત્ર આપી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
Report by :- Keyur Thakkar
Ahmedabad
9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.