“ઊના નાં આમોદ્રા ગામે ગામ સમસ્ત આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન” (જીતેન્દ્ર ઠાકર) ભક્તિ સભર વિવિધ ધાર્મીક પ્રસંગો ઉજવાયા
" ઊના નાં આમોદ્રાગામે શાસ્ત્રી શ્રી ગોપાલભાઈ જોશી નાં વ્યાસાસને શ્રીમદ્દ ભાગવત સપ્તાહ સંપન્ન." વિવિધ ધાર્મિક પ્રસંગો ઉજવાયા.(જીતેન્દ્ર ઠાકર)
ઊના તાલુકાના આમોદ્રા ગામે સૂર્યમુખી હનુમાનજી સાનિધ્યમાં સમસ્ત ગામના પિતૃ મોક્ષાર્થે ગામ સમસ્ત અને સૂર્યમુખી હનુમાન મંડળ નાં સહયોગથી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નું ખુબજ ભક્તિમય વાતાવરણ માં આયોજન કરવામાં આવેલ જેમાં કથાકાર શાસ્ત્રી શ્રી ગોપાલદાદા જોશી (અમરેલી વાળા) એ સંગીતમય શૈલીમાં કથારસ નું પાન કરાવી શ્રોતાઓ ને મંત્રમુગ્ધ કરેલ.
કથા દરમ્યાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષમણી વિવાહ નાં પ્રસંગો ખુબજ ધામધૂમ પૂર્વક આસ્થા સભર ઉજવવામાં આવેલ.આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત સાધુ સંતો,ઉપરાંત ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ સહિત અગ્રણીઓ નાં સ્વાગત ,સન્માન પણ કરવામાં આવેલ,દરરોજ શ્રોતાજનો અને ગામ સમસ્ત ધુવાડાબંધ મહાપ્રસાદનાં આયોજન મુજબ અઢી હજાર ઉપરાંત ભાવિકોએ મહાપ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવેલ.
સમસ્ત કાર્યક્રમ ની ભવ્ય સફળતા માટે ગામનાં દરેક અગ્રણીઓ અને બજરંગ મંડળ નાં અગ્રણી સેવકો નરસિંગ ભાઈ મોરી,મુકેશભાઈ ઝાલા,ઘેલાભાઈ મોરી,ભગવાન ભાઈ સોલંકી,મુન્નાભાઈ દુધાત, રવજી ભાઈ હિરપરા,સહિત દરેક કાર્યકરો અને ગામના દરેક ગોપી મંડળ ની મહિલાઓ,ગામનાં સેવાભાવી મંડળોના સેવકો અને યુવાનોએ તન,મન,ધન થી સેવાઓ આપી કાર્યક્રમ ને સફળતા અપાવવામાં સહ ભાગી થયેલ, કાર્યક્રમ નાં અંતે સન્માનનિય વ્યક્તિઓ નું સન્માન આયોજકો દ્વારા કરવામાં આવેલ ,સરપંચ શ્રીમતિ પ્રિયંકા બેન મોરી એ ગામની ધર્મભાવનાની સરાહના કરી ગામની અન્ય રચનાત્મક બાબતોમાં સહભાગી થવા આયોજકો ને સૂચન કરેલ. ધર્મકાર્ય નું આગવી ઢબે સફળ સંચાલન વતનપ્રેમી વિપ્ર અગ્રણી અને પત્રકાર જીતેન્દ્ર ઠાકર એ કરેલ કાર્યક્રમ નાં અંતે આયોજક અગ્રણી ઘેલાભાઈ મોરી એ ગદ ગદિત હૈયે આભાર વ્યક્ત કરેલ.
9824469110
આ પ્રકારના તમામ સમાચાર માટેે
