હળવદના રાયધ્રા ગામે વાડીમાંથી ઠંડો આથો અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો,આરોપી ફરાર - At This Time

હળવદના રાયધ્રા ગામે વાડીમાંથી ઠંડો આથો અને દેશી દારૂનો જથ્થો ઝડપાયો,આરોપી ફરાર


હળવદ પોલીસને મળેલ બાતમીને આધારે તાલુકાના રાયધ્રા ગામની સીમમાં આવેલ મહાદેવભાઈ દેત્રોજાની વાડીમાં રેઇડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે વાડીમાંથી ૨૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૫ હજાર તેમજ ૫૦ લીટર દેશી દારૂનો જથ્થો કિ.રૂ.૧૦ હજાર મળી આવ્યો હતો. જ્યારે રેઇડ દરમિયાન આરોપી મહાદેવભાઈ કાળુભાઇ દેત્રોજા હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image