હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આરોગ્ય સાથે ચેડા. - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આરોગ્ય સાથે ચેડા.


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે આરોગ્ય સાથે ચેડા.

હિંમતનગર તાલુકાના ઇલોલ પાણીની ટાંકી ચાર રસ્તા પાસે આવેલા એરીકેશન પાણી સંગ્રહ કરવાના ટાંકા ખંડિત હાલતમાં

આજ રોજ અમારી ટીમ દ્વારા સ્થળ પર તપાસ કરતા જોવા મળ્યું કે ટાંકા બિલકુલ ખુલ્લી હાલત ના હતા અને ટાંકાના ઢાંકણ પણ હતા નહીં આ પરિસ્થિતિમાં કઈ કઈ ઝેરી જાનવર અંદર પડી જાય તો તેમજ ખુલ્લા ઢાંકણ ના કારણે કચરો પણ ટાંકા ની અંદર નજરે પડ્યો હતો તેમજ
ટાંકાની આજુબાજુ ગંદકી પણ દેખાઈ રહી હતી

ગામના સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર કે ઘણા સમયથી પાણી કચરાવાળું આવે છે તેના કારણે ઘણી તકલીફો પડે છે

ગામ પંચાયતમાં આ વિશે વાત કરતા તેમને જણાવ્યું કે પાણીની ટાંકીના ઢાંકણો ચોરાઈ જાય છે અને જે કચરા વાળું પાણી અગાળીથી આવે છે
અને આગળથી પાણી કચરા વાળું આવે છે તે તે વિશે અમે આગળ પણ વાત કરેલી છે પણ તેઓ આ વિશે કોઈ જવાબ આપવા માંગતા નથી તેવું જણાવ્યું હતું

હવે તો એ જાણવાનું રહ્યું કે આની જીમ્મેદારી કોણ લે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.