હિંમતનગર ખાતે વીજ બચત માસની ઉજવણી કરાઇ - At This Time

હિંમતનગર ખાતે વીજ બચત માસની ઉજવણી કરાઇ


*હિંમતનગર ખાતે વીજ બચત માસની ઉજવણી કરાઇ*
*********
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, હિંમતનગર દ્વારા “વીજ બચત માસ” ની ઉજવણી કરવામાં આવી હતી. રાષ્ટ્રના વિકાસમાં આપનું યોગદાન, વીજ બચત મહા-અભિયાન અંતર્ગત “વીજ બચત માસની” ઉજવણી ના ભાગ રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રેલીની શરૂઆત હિંમતનગર વર્તુળ કચેરીના પટાંગણમાં થી ટાવર રોડ થઇ અને જૂના બજાર માંથી પસાર થઇ અને પરત આવી હતી. રેલીની અંદર કર્મચારી મિત્રો દ્વારા વીજ બચતના બેનરો તથા વીજ બચતના સૂત્રો ઉચ્ચારી અને લોકોને વીજ બચત વિષે જાગૃત કરવામાં આવ્યા હતા અને વીજ બચત કરવા માટે લોકો ને પ્રેરણા આપતા સૂત્રો ઉચ્ચારાવી વીજ બચત અંગેની પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં હિંમતનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી વી.એસ.કટારા, કાર્યપાલક ઇજનેર શ્રી આર.ડી.વરસાત, નાયબ ઇજનેર શ્રી બી.એન.પરમાર, નાયબ ઇજનેરશ્રી એમ.પી.ઝાલા,નાયબ ઇજનેર શ્રી વી.આર.બારોટ તેમજ અન્ય અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ મોટી સંખ્યામાં રેલીમાં ભાગ લીધો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.