અહીંથી જતા રહો નહીં તો ટાટિયા ભાંગી નાખીશ ’ તેમ કહી લાઇનમેન પર હુમલો
પીજીવીસીએલના કર્મચારીઓ પર એક શખશે હુમલો કરી તેમના ફરજમાં રૂકાવટ કરી હતી.જાગનાથ પ્લોટમાં રહેતા એક શખ્સનું મકાનના વીજ બિલની રકમ બાકી હોવાથી પીજીવીસીએલના કર્મચારીઓ તેને ત્યાં કનેક્શન કાપવા માટે ગયા હતા ત્યારે તે શખ્સે તેમના પર હુમલો કરી ધોકા પાઇપ વડે માર મારતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતા સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
બનાવની વિગતો અનુસાર શહેરમાં આર.એમ.સી બ્લોક.ધરમનગરમાં રહેતા અને પીજીવીસીએલમાં લાઇનમેન તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ કાળાભાઈ ગરાસિયા પોતાની ફરિયાદમાં આરોપીમાં જાગનાથ શેરી.4, શિવાલય એપાર્ટમેન્ટમાં રહેતા પુષ્પરાજસિંહ જાડેજાનુ નામ આપ્યું હતું.જેમાં તેને તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગઈકાલે ડિસકનેક્ટ બિલ ની રકમ બાકી હોવાથી હું તથા નવનીતભાઇ ઉમિયાશંકર દવે આસ. લાઇનમેન અમે બને જણા અમારી સરકારી ગાડી લઇ જાગનાથ શેરી નં.4 શિવાલય એપાર્ટમેન્ટમા ફ્લેટ નં.302 નો બીલ બાકી હોય ફલેટના ચોકીદારને જાણ કરતા એ મકાનનુ બીલ કનેકશન કાપવા માટે જણાવતા આરોપી પુષ્પરાજસિંહ જાડેજાનાઓને સિક્યુરીટી વાળાએ ફોન કરતા દસ મિનીટમા આવુ છુ તેમ કહ્યું હતું અને દસ મિનિટ બાદ આ પુષ્પરાજસિંહ જાડેજા આવેલ અને અ મોને બિભત્સ ગાળો આપવા લાગેલ અને મારા ગાલ ઉપર ફડાકો મારી લાકડી વડે માર માર્યો હતો અને ’તમો અહિંથી જતા રહો નહિતર હાથ પગ ભાંગી નાંખીશ’ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપેલ જેથી અને ત્યાંથી જતા રહ્યા હતા
બાદ અમે અમારા ડેપ્યુટી નાયબ ઇજનેર ડી. પી.ગઢવીનાઓને ફોન કરતા તેઓ તથા જુની એન્જી. જે.એન પ્રજાપતિજગનાથ પ્લોટ મા જગ્યા ઉપર આવી ગયેલ અને આ પુષ્પરાજસિંહ જાડેજાનાઓને સમજાવના તે કહેવા લાગેલ કે તમારાથી જે થાઇ તે કે રી લેજો મારી લીધે પગ મુકતા નહિ તેવું જણાવેલ બાદ મને મારામારીમાં ઈજા પોહચી હોવાથી મને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને બાદ પુષ્પરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.