જાફરાબાદ મરીન પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ. ૧,૨૫,૮૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જાફરાબાદ મરીન પો.સ્ટે. વિસ્તારમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કુલ કિં.રૂ. ૧,૨૫,૮૨૦/- નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
ભાવનગર રેન્જ આઈ.જી.ગૌતમ પરમાર નાઓએ પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરી, કડક કાર્યવાહી કરવા ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાઓના પોલીસ દળને જરૂરી સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ અમરેલી જીલ્લા પોલીસને દારૂની બદી દુર કરવા તથા દારૂની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમની પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ. પટેલ તથા એલ.સી.બી. ટીમ જાફરાબાદ તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકીકત આધારે રેઇડ દરમિયાન મોટર સાયકલોમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલોની હેરફેર કરતા એક ઇસમને પકડી પાડી તથા બે ઇસમો નાશી ગયેલ હોય, આરોપીઓ વિરૂધ્ધ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપી-:-
*(૧) ભરત ઉકાભાઈ શીયાળ, ઉ.વ.૨૮, રહે.ખત્રીવાડા, તા.ઉના, જિ.ગીર સોમનાથ.*
*પકડવાના બાકી આરોપીઓ*:-
(૧) શીવા બાબુભાઈ શીયાળ, રહે.ખત્રીવાડા, તા.ઉના, જિ.ગીર સોમનાથ.
(૨) ધના બાબુભાઈ શીયાળ રહે.ખત્રીવાડા, તા.ઉના, જિ.ગીર સોમનાથ.
*પકડાયેલ મુદ્દામાલ*-
*ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ બોટલો નંગ ૩૫૨ કિ.રૂ.૫૫,૮૨૦/ તથા એક હોન્ડા કંપનીનું યુનીકોર્ન મોડલનું મોટર સાયકલ રજી. નં. જી.જે.૩૨.આર.૭૭૮૩, કિ.રૂ.૩૦,૦૦૦/- તથા એક હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નં. જી.જે.૩૨.એ.ઇ.૬૬૯૫, કિ.રૂ.૩૦,૦૦૦/- તથા એન્ડ્રોઈલ મોબાઈલ ફોન નંગ - ૧, કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૨૫,૮૨૦/- નો મુદ્દામાલ.
*આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.એમ.પટેલ તથા એ.એસ.આઈ. બહાદુરભાઈ વાળા, યુવરાજસિંહ રાઠોડ તથા હેડ કોન્સ. લીલેશભાઇ બાબરીયા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.*
*રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.