પાદેડી રામપુર ખાતે આવેલ સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
મહીસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના પાદેડી રામપુર ગામ ખાતે આવેલા સિધ્ધેશ્ર્વર મહાદેવના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું . પાદેડી રામપુર ગામના બસ સ્ટેશન ખાતે આવેલ 500 વર્ષ જૂના સિધ્ધેશ્ર્વર મહાદેવ ભગવાનનુ પૌરાણિક મંદિર આવેલ હતુ. જ્યારે આ મંદિરનું ગ્રામજનો તેમજ ભક્તજનો દ્રારા નવ નિર્માણ કરવામાં આવેલ હતુ. અને મંદિરનુ નવનિર્માણ કામગીરી પુર્ણ થતા ગ્રામજનો દ્રારા પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનુ આયોજન તારીખ 20 મે થી 22 મે એમ ત્રણ દિવસ કરવામાં આવેલ હતુ. મહાદેવના મંદીરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પાદેડી રામપુર ગામના યુવા મિત્રો,વડીલો તેમજ ભક્તજનોમાં અનેરો ખુશીનો માહોલ જોવા મલ્યો હતો. આ પ્રસંગ મંદિર ખાતે ત્રણ દિવસ થી વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ હતુ છે. જેમાં શોભાયાત્રા,જળ યાત્રા,દેવોની સ્નાન વિધિ, સાય પુજન આરતી, પ્રાણ પ્રતિષ્ઠા,મહા આરતી,મહા પ્રસાદ વગેરે કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવેલ છે.જયારે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડ પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમના દ્વારા મહાદેવની પૂજા અર્ચના કરી અને આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને ગ્રામજનો દ્વારા સાંસદનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું.જયારે સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાન લઈને સમગ્ર વાતાવરણ પણ ભક્તિમય જોવા મલ્યુ હતુ. અને ભક્તોમા પણ અનેરો ખુશીનો માહોલ જોવા મલ્યો હતો. જ્યારે રંગેચંગે સિધ્ધેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવેલ હતી. મંદીર ખાતે મહા પ્રસાદનુ પણ આયોજન કરવામાં આવેલ હતુ. મોટી સંખ્યામાં ભક્તજનો મહા પ્રસાદનો લાભ લીધો હતો.
રીપોર્ટ.ભીખાભાઈ ખાંટ
મહીસાગર
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.