પર્યાવરણ રક્ષાના આજીવન ભેખધારી-નિવૃત્ત ફોરેસ્ટ અધિકારી વી.ડી. બાલાનો કાલે જન્મદિન
પર્યાવરણની રક્ષા માટે આજીવન ભેખ ધારણ કરનાર વી.ડી. બાલા (પૂર્વ રેન્જ ફોરેસ્ટ ઓફિસર, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ)નો આવતીકાલે તા.૧ ફેબ્રુઆરીના રોજ જન્મદિન છે.
વર્ષ ૨૦૦૫થી તેઓ પ્રકૃતિ માટે કામ કરે છે. દર વર્ષ શિયાળામાં ૫૦ સ્કૂલોમાં જઈ વિદ્યાર્થી ઓને વિનામૂલ્યે શેરી રમતો રમાડવા જાય છે, શિયાળુ શાકભાજીના બિયારણના નાના પેકેટ (૫૦૦૦૦ નંગ)નું રાહતદરે વિતરણ, પ્રકૃતિ અનુભૂતિ શિબિરો (પ્રતિ ૧૦ રૂપિયા) (કુલ ૫૦ શિબિરો, એક શિબિરમાં ૫૦ વિદ્યાર્થીઓ), દર વર્ષે ઉનાળામાં ઉનાળુ શાકભાજીના બિયારણના નાના પેકેટ (૧૦૦૦૦૦ નંગ)નું રાહતદરે વિતરણ, વરસાદી પાણી ધરતીમાં ઉતારવા માટે દરેક વાડીએ સોશખાડા થાય તેમાટે ખેડૂત મીટિંગો, પુંઠાના ચકલીઘર (૧૦૦૦૦૦ નંગ) અને પ્લાસ્ટીકના ચબુતરા (૧૦૦૦૦૦ નંગ)નું રાહતદરે વિતરણ, દર વર્ષે ચોમાસામાં કલમી ફળાઉ રોપા, સાદા ફળાઉ રોપા, વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત વન્યજીવ પ્રશ્નોત્તરી પરીક્ષા (વિનામૂલ્યે) (દર વર્ષે ૧૦૦૦૦૦ વિદ્યાર્થીઓ), 'રામ કી ચિડીયા રામ કા ખેત’, ખેડૂતો પોતાના ખેતરના શેઢે જુવાર અથવા બજારની એક લાઈન વાવે છે. દર વર્ષે ૧૦૦૦૦ ખેડૂતો આવું વાવેતર કરે છે.
સૌરાષ્ટ્રના ૧૦ શહેરોમાં દર મહિને ખેડૂત હાટનું આયોજન (રાજકોટમાં દર રવિવારે), દેશી પીણાના સરબતો વિનામૂલ્યે આપવામાં આવે છે, દેશી પીણા જેવા કે આંબલવાણું, મધ સરબત, વરિયાળી સરબત, તકમરિયા સરબત, લીંબુ સરબત, ફિંડલા સરબત, આદુ સરબત, વર્ષ ર૦૧૬માં નિવૃત્ત થયેલ બાદ તેઓ સંપૂર્ણ સમય અને શક્તિ પર્યાવરણ માટે વાપરે છે. તેમના
આ પ્રકારના તમામ સમાચાર માટેે
